અમદાવાદ: 2016-17ની બેચના ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી દાઢીના ભાગે રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. પરિવારે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિવાર પોલીસની મિલીભગતને કારણે તપાસ થતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં લાશ રાખવામાં આવી છે. પરિવારજનોને સમજાવવા ડીસીપી ગયા હતાં. છતાં પણ પરિવાર ડીવાયએસપી પટેલ સામે ગુનો નોંધવાની માગ પર અડગ છે. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પરિવાર મૃતદેહનો સ્વીકાર નહીં કરે.
CPને પરિવારજનો મળ્યા
પરિવારજનોએ તપાસની માગ સાથે એકે સિંઘની મુલાકાત લીધી હતી. જેમાં સીપીએ તપાસનું આશ્વાસન આપવા માટે પરિજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. પરંતુ પરિવારે લેખિતમાં કાર્યવાહીની માગ કરતાં હવે પરિવાર મુંઝવણમાં છે કે લાશ સ્વીકારવી કે નહીં. ડીવાયએસપી એન પી પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
દેવેન્દ્રસિંહ.એસ.રાઠોડની સુસાઈડ નોટ
1.હું મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી એન.પી.પટેલ)ના ત્રાસથી આત્મહત્યા કરું છું. તે મને માનિસક ત્રાસ આપે છે, ઓફિસમાં બોલાવીને ખખડાવે છે, ખોટી માંગણી કરે છે. એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નથી. આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે કે એન.પી.પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવો અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે. મારે 3 વર્ષની નાની પુત્રી છે. મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે? આ સવાલ મારા મગજમાં હંમેશથી હતો, પણ એન.પી.પટેલના ત્રાસથી તે વિચાર મેં ત્યાગી દીધો છે. આટલી ઈચ્છા છે કે, એન.પી.પટેલને આજીવન કેદ કરવામાં આવે. હું પૂરા હોશહવાશમાં આ નિવેદન આપું છું.
મૂળ યુપીના રાઠોડ અમદાવાદમાં રહેતા
2.પીઆઈની પરીક્ષાની તૈયારી કરવા દેવેન્દ્રસિંહે બે મહિનાની રજા પણ લીધી હતી. 6 જાન્યુઆરીએ તેમને પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળવાનું હતું. મૂળ ઉત્તરપ્રદેશના દેવેન્દ્રસિંહ, પત્ની, 3 વર્ષની દીકરી, ભાઈ અને માતા-પિતા સાથે સોલા સાયન્સ સિટી રોડ પરના રાજયોગ રો-હાઉસમાં રહેતા હતા.
રિવોલ્વર સાળા પાસેથી લાવ્યા હતા, 1 મિસ ફાયર થતાં બીજી ગોળી મારી
3.દેવેન્દ્રસિંહે જે રિવોલ્વરથી આત્મહત્યા કરી તે તેમના સાળાની હતી. દેવેન્દ્રસિંહે સસરા પાસે રિવોલ્વર માગી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. આખરે દેવેન્દ્રસિંહે તેમના સાળાને કહ્યું તું કે, એક અધિકારીને આવી જ રિવોલ્વર લેવી છે એટલે તેમને બતાવવા લઈ જવી છે. રિવોલ્વરમાંથી પહેલા એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પરંતુ મિસ ફાયર થતાં બીજી વખત રિવોલ્વર દાઢીની નીચે મૂકી આત્મહત્યા કરી હતી. તેમની પત્ની ડિમ્પલબહેને પોલીસને કહ્યું કે, મારા પતિ બપોરે 1 વાગ્યે કરાઈથી આવીને પલને લઇને બહાર ગયા હતા અને આવીને કહ્યું હતુ કે 'પલ કો સુલા દે, મેં ઉપર સો જાતા હું.'
દીકરીને લઈ જઈ ચોકલેટ ખવડાવી
4.કરાઈથી ઘરે આવીને દેવેન્દ્રસિંહ દીકરી પલને ગલ્લે લઈ જઈ તેને ચોકલેટ ખવડાવી હતી અને ગલ્લા વાળાને અને ચાની કીટલી વાળાને અગાઉના આપવાના બાકી પૈસા ચૂકવ્યા હતા.
કોઈ ફરિયાદ મળી નથી
5.ડીવાયએસપી એન.પી. પટેલ ત્રાસ આપતા હોવાની કોઈ ફરિયાદ આજ સુધી મને મળી નથી. હું છ મહિનાની રજા પર છું. હાલ ચાર્જ આઈજીપી શશિકાંત ત્રિવેદી સંભાળે છે. તેમને આવી ફરિયાદ મળી હોય તો તેમને પૂછી શકો.
- નિપુણા તોરવણે, વડા, કરાઈ પોલીસ એકેડેમી
પુરાવા તપાસવા પડે
6.દેવેન્દ્રસિંહે ચિઠ્ઠીમાં જે ડીવાયએસપી પટેલ સામે આક્ષેપ કર્યા છે તેની તપાસ માટે પહેલા ચિઠ્ઠીની હસ્તાક્ષર નિષ્ણાંત પાસે ચકાસણી કરાવાશે. ત્યારબાદ ડીવાયેસપી પટેલ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરાશે અને જો તે કસૂરવાર હશે તો કાર્યવાહી કરીશું.
- ડી.એચ.ગઢવી, પીઆઈ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment