20,000 કરોડના હવાલા અને મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોમવારે હવાલા કારોબાર સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે. રાષ્ટ્રની રાજધાનીમાં લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ રેકેટ ચાલી રહ્યું હતું. આધિકારીક સુત્રોના જણાવ્યા મુજબ પુરાની દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં કેટાલક અઠવાડિયાથી આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા હતા.
આ મામલે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ રેડમાં વેપારીઓના ત્રણ અલગ-અલગ જૂથ પાસેથી ગેરકાયદેસરની નાણાકીય લેવડદેવડ સામે આવી હતી. નયા બજાર વિસ્તારમાં એક આવો જ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં લગભગ 18 હજાર કરોડના ખોટા બિલ સામે આવ્યા હતા. નકલી બીલ પ્રદાન કરવા માટે જૂથે ઘણાં નકલી એકમો બનાવ્યાં હતાં. જ્યારે આ મામલે આરોપીઓની ઓળખને લઇને ખુલાસો કરવામાં આવ્યો નથી.
અધિકારીએ જણાવ્યું હતું કે બીજા કિસ્સામાં એક અત્યંત સંગઠિત મની લોન્ડરિંગ ગેંગ પકડી પાડવામાં આવી હતી. આ લોકો મોટી કંપનીઓના શેર લાંબા ગાળાથી સાચવી રાખેલાનું કહીંને ખોટી રીતે લોકોને વેચતા હતા. તેમણે જણાવ્યું હતું કે આ રીતે લાંબા ગાળે મૂડી લાભા થશે તેવા ખોટા દાવા કરીને લોકોને લૂંટવામાં આવી રહ્યા હતા.
પ્રારંભિક અંદાજ પ્રમાણે, આ નકલી નિકાસ રૂ. 1500 કરોડથી વધુ છે. રેડ દરમિયાન પાર્ટીને રૂ .100 કરોડની રકમ અને હસ્તાક્ષર દસ્તાવેજો, કરાર, અનુબંધ, રોકડ અને લોન વગેરે કાગળો મળી આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજા કેસની તપાસમાં વિદેશીઓને વિદેશી મુસાફરી કરવા અને વિદેશી વિનિમય કરવાના પુરાવા પણ મળ્યા હતા. આ કિસ્સાઓમાં કરચોરીની કુલ રકમ 20 હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
. 🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment