દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલા હોટલ અર્પિત પેલેસમાં મંગળવાર વહેલી સવારે ભીષણ આગ લાગતા રીતસરની દોડધામ અને ચીસાચીસ થઇ ગઇ તી. આ અકસ્માતમાં બે લોકોએ જીવ બચાવવા ચોથે માળથી કૂદકો મારાત મોત નીપજ્યું છે. આમ અત્યાર સુધીમાં એક બાળક સહિત 9 લોકોના મોતના સમાચાર છે. જ્યારે આગની ઝપટમાં દાઝવાથી 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હોટલના સૌથી ઉપરના માળે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 26 ગાડીઓએ કોઇપણ રીતે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ હજુ રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે.
મળતી માહિતી પ્રમાણે કરોલબાગની હોટલ અર્પિત પેલેસમાં આગ સવારે અંદાજે સાડા ચાર વાગ્યે લાગી. લોકો ઊંઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાય ગઇ. ચીફ ફાયર ઓફિસર વીપીન કેંતાલના મતે બે લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા તે બંનેના મોત થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત થયા છે. હોટલમાં બીજા કેટલાંક લોકો ફસાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ રેસ્કયૂ ઓપરેશનમાં લાગી ગઇ છે.
ફાયર ઓફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર નીકાળી લીધા છે. બચાવ કાર્ય હાલ ચાલુ છે. અંદાજે 30 લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment