J&Kના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો, 18 જવાન શહીદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર સેનાને ટાર્ગેટ કરી છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન સેના પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 18 જવાન શહીદ થયા છે જ્યારે 12થી વધારે સીઆરપીએફના જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ખીણમાં ઘણાં લાંબા સમય પછી આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ દ્વારા સેના પર મોટો આતંકી હુમલો કર્યો છે.
ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સાથે જ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાફલામાં સીઆરપીએફની ડઝન જેટલી ગાડીઓમાં 2500થી વધારે જવાન હતા. આતંકીઓએ સેનાની એક જ ગાડીને ટાર્ગેટ કરી છે. ઉરી પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. ઉરી હુમલામાં 19 જવાન શહીદ થયા હતા.
સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ પર એક ફોર વ્હિલરમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઈવે પર ઉભી હતી. સેનાનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે જ તે હાઈવે પર ઉભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન સેના ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું હતું એલર્ટ: અફઝલ ગુરુની વરસી એટલે કે 8 ફેબ્રુઆરીએ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આઈઈડી પ્લાન્ટનું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી સેનાના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા-જવાના રસ્તા પર આઈઈડીથી હુમલો કરી શકે છે. સેનાને એલર્ટ કરતાં ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું હતું કે, એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યૂટી પર ન જવું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પુલવામા હુમલાની ટ્વીટ કરીને નિંદા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલાથી તેઓ ઘણા દુઃખી છે. શહીદોનાં પરિવારો પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઘણા લોકોએ આ હુમલા પર સોશયલ મીડિયાનાં આધારે તેમનો આક્રોશ અને દુખની લાગણી વ્યક્ત કરી હતી
🖊 અરૂણોદય ન્યૂઝ🖊







No comments:
Post a Comment