રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી ST વિભાગની હડતાળ બીજા દિવસની સાંજે સમેટાઇ ગઇ છે. રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સાતમાં પગાર પંચ મુદ્દે સરકારે બાંહેધરી આપ્યા બાદ હડતાલ સમેટી લેવામાં આવી છે. સરકાર અને સંકલન સમિતિ વચ્ચે મંત્રણા સફળ થઈ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સરકારે માગણીનો સ્વીકાર કર્યો છે. જેથી હવે ફરીથી એસટી બસો આવતીકાલથી લોકોની સેવામાં રોડ પર દોડશે.
બે દિવસની હડતાલ દરમિયાન ખાનગી બસ સંચાલકોએ લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. અને અનેક અંતરિયાળ ગામોના મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે, સરકાર પહેલા ઝુકવાના મૂડમાં નહોતી તો આ તરફ એસટીના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં હતા. જોકે આખરે કહી શકાય કે, એસટીના કર્મચારીઓની જીત થઈ છે. અને સરકારે તેમની માંગણી સ્વીકારી લીધી છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment