છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ST નિગમની હડતાળ હજી પણ આગળ ચાલું રહેશે. એટલે કે આવતી કાલે ત્રીજા દિવસે પણ મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
આજે સાંજે એટલે કે શુક્રવારે ST નિગમનું સંગઠન તથા સરકાર વચ્ચે ગાંધીનગરમાં મીટિંગ થઇ હતી. જો કે, બેઠકમાં કોઇ નિવેડો નીકળ્યો નહોતો. જેના લીધે એસટી નિગમે પોતાની હડતાળને આગળ પણ ચાલું રાખવા માટે ચીમકી ઉચ્ચારી છે.
આજે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન આર.સી ફળદુએ એસટી નિગમના સંગઠનને બેઠક માટે બોલાવ્યા હતા. ત્યાં બન્ને વચ્ચે એક કલાકથી પણ વધુ મીટિંગ ચાલી હતી. આ બેઠકમાં ST કર્મચારીઓ તરફથી સાતમાં પગાર પંચ લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી, જો કે આ મામલે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે જે તમારી માગણી પર વિચાર કરશે.
જો કે ST કર્મચારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું નથી જેથી અમે હડતાળ રાબેતા મુજબ ચાલુ રાખીશું
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment