પાલનપુરની હેડ પોષ્ટ ઓફિસની મહિલા કર્મચારી દ્વારા 1.03 કરોડની ઉચાપત.
પાલનપુર ખાતે જોરાવર પેલેસ સંકુલમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતાં મુળ વડગામના વણસોલ ગામના અને હાલ પાલનપુર આકેસણ રોડ દિપનગર સોસાયટીમાં રહેતા લીલાબેન ગુલાસિંગ રાણાને પોસ્ટલ આસિસ્ટન્ટનું કામ સોંપવામાં આવ્યું હતુ. જે કામગીરીમાં તેણીએ પી.એલ.આઇ, આર.પી.એલ.આઇ વિમાના નાણાં ગ્રાહકો પાસેથી પોસ્ટ વતી એકત્ર કરવાના હતા.
જેમાં તેમણે તા. 01/01/2018 27/02/2019ના સમયગાળામાં અલગ- અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા 1,03,88,995 ઉઘરાવ્યા હતા. અને પોસ્ટ વતી આ નાણાં લઇ નાણાં ભર્યા અંગેની રસીદો આપી હિસાબમાં ગોટાળા કરી આ નાણાંની ઉચાપત કરી હતી. આ અંગે બનાસકાંઠા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અખારામએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોષ્ટલ આસિસ્ટન્ટ મહિલા કર્મી લીલાબેન રાણા વીમાના નાણાં પોસ્ટમાં જમા કરાવતા હતા. તેનો રોજેરોજનો હિસાબ જોવાનો અને ખરાઇ કરવાની ફરજ એમ. પી. સી. એમ. કાઉન્ટર સુપરવાઇઝર પી. આર. ચૌહાણની હતી. જોકે, તેમણે લીલાબેન સાથે મળીને હિસાબી ગોટાળા અને ઉચાપત અંગે હેડ ઓફિસના વડાને જાણ ન કરી આ ગૂનામાં મદદગારી કરી હતી. આથી તેમના વિરૂધ્ધ પણ પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરૂણોદય ન્યૂઝ ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment