*પ્રેસનોટ*
જાસ્કા ગામ નજીકથી એક એસેન્ટ ગાડી નં. MH-03-F-9892 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૮,૦૦૦/- તથા ગાડી તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ પકડી પાડતી હારીજ પોલીસ
આજરોજ તા.૦૯/૦૩/૨૦૧૯ ના રોજ મે.પોલીસ અધિક્ષક સા.શ્રી શોભા ભુતડા(IPS) સાહેબ નાઓની જીલ્લામાં ચાલતી પ્રોહી-જુગારની બદીને નેસ્તનાબુદ કરવાની સુચના તથા મે.ના.પો.અધિ.સા.શ્રી એચ.કે.વાઘેલા સા.નાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એચ.એલ જોષી નાઓ તથા અ.હેડ.કોન્સ. ખોડાજી સોમાજી તથા અ.હેડ.કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા અ.પો.કોન્સ. વિજયભાઇ લગધિરભાઇ તથા અ.પો.કોન્સ.રણજીતજી વિરાજી વિગેરે પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા સરકારી વાહનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન *સર્વેલન્સ સ્ક્વોડના અ.હેડ.કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા અ.હેડ.કોન્સ. ખોડાજી સોમાજી* નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે નિરાશ્રીત ઠાકોર પાંચાભાઇ ડાહયાભાઇ રહે.સિનાડ રાધનપુરવાળો પોતાની એમ.એચ.પાર્સીગની સીલ્વર કલરની એસેન્ટ ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રવદ ગામ થઇ જાસ્કા તરફ આવવાનો છે જે હકીકત આધારે સદરી ગાડીને નાકાબંદી-પીછો કરી જાસ્કા ગામે રવદ જતા રોડની બાજુમા આવેલ તળાવમાંથી ગાડી નં. *MH-03-F-9892* ની માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલો નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/-ની તથા ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ગાડી માંથી મળી આવેલ માોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-નો પકડી પાડેલ તેમજ ગાડીનો ચાલક ગાડી મુકી બાજુમા આવેલ બાવળની ઝાડીમા થઇ ખેતર તરફ અંધારાનો લાભ લઇ સંતાઇ કયાક નાશી ગયેલ જેની શોધખોળ કરતા મળી આવેલ નહી જેથી સદરી વિરૂધ્ધ હારીજ પોસ્ટે. પ્રોહી એક્ટ મુજબ ગુન્હો રજી કરાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.





No comments:
Post a Comment