સોશિયલ મીડિયા પર પણ આચાર સંહીતા લાગુ, મંજૂરી વગર રાજકીય જાહેરાતો નહીં આપી શકાય
ફેસબુક, ગુગલને પણ ચૂંટણી પંચ દ્વારા જાણ કરવામાં આવી
દિવ્યાંગો માટે ખાસ એપ્લિકેશન લોંચ, બ્રેઇલ બેલેટ પેપર અને બ્રેઇલ વોટર સ્લિપની પણ સુવિધા
નવી દિલ્હી, તા.10 માર્ચ, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ સભાઓ અને રેલીઓ પર તો ધ્યાન આપશે જ સાથે સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પર કોઇ પણ રાજકીય નેતાની કે ચૂંટણી લક્ષી જાહેરાત હશે તો આ જાહેરાતની અગાઉ ચૂંટણી પંચ પાસેથી અનુમતી લેવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
જે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે એપ્લિકેશનો છે તેણે રાજકીય પક્ષોની જાહેરાતો આપતા પહેલા ચૂંટણી પંચને તેની જાણ કરવાની રહેશે. સાથે ગુગલ અને ફેસબુકને પણ આવા લોકોની જાણકારી મેળવવા કહ્યું છે.
સાથે જ દિવ્યાંગો માટે એક ખાસ એપ્લિકેશન જાહેર કરવામાં આવી છે, ચૂંટણી પંચે પર્સન વીથ ડિસેબ્લિટી નામની એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનમાં દિવ્યાંગોને મતદાન મથકે અનેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. એપ્લિકેશનની મદદથી આવા મતદારો માટે વાહન, પાણી, વ્હીલચેર, બ્રેલ બેલેટ પેપર, બ્રેલ વોટર સ્લિપ જેવી સુવિધા પણ આપવામાં આવશે.
આચાર સંહિતા લાગુ થતા નેતા-મંત્રીઓ પર લગામ લાગી
કોઇ પણ પ્રકારની નાણાકીય મંજૂરી કે જાહેરાતો નહીં કરી શકાય
લોક સેવકોને છોડીને કોઇ પણ પ્રકારની યોજનાની જાહેરાત નહીં કરી શકાય
રોડ રસ્તા, પાણી જેવી સુવિધા આપવાના વચનો નહીં આપી શકે
સત્તાધારી પક્ષને ફાયદો થાય તેવી કોઇ પણ પ્રકારની નિમણુંક કે ભરતી નહીં કરી શકાય
જાતી-ધર્મના નામે મતભેદ કરનારી પ્રવૃત્તિ કે નિવેદનો નહીં કરી શકાય
નારા લખવા કે ઝંડા લગાવવા માટે કોઇની સંપત્તિ અનુમતી વગર નહીં વાપરી શકાય
સરકારના મંત્રી શાસકીય મુલાકાતને પ્રચાર સાથે નહીં જોડી શકે
સરકારની મશીનરી, કર્મચારીનો ઉપયોગ પક્ષો કે નેતાઓ પ્રચાર માટે નહીં કરી શકે
સમાચારપત્રોમાં જાહેરાતો માટે સરકારની ખર્ચાનો ઉપયોગ નહીં કરી શકાય
કોઇ પણ સભા, જુલુસ, રેલી કરતા પહેલા તેની જાણકારી સ્થાનિક પ્રશાસનને આપવી જરુરી.





No comments:
Post a Comment