જમ્મુ શહેરમાં ગુરૂવારે સવારે મોટો અકસ્માત થયો છે. આ ધડાકો એક બસની અંદર થયો છે. ધડાકાની માહિતી મળતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને આખા વિસ્તારની નાકાબંધી કરી લીધી છે. જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે ભીડભાડવાળો વિસ્તાર છે. એવામાં પોલીસ તરત ત્યાં પહોંચી લોકોને ત્યાંથી હટાવી રહ્યાં છે. હાઈ એલર્ટ પર ચાલી રહેલા જમ્મુ-કાશ્મીરમાં એક બસ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ હુમલામાં 18 લોકો ઘાયલ થયા છે.
આ બ્લાસ્ટ રાજ્ય પરિવહનની બસમાં ઘાયલ થયા છે. જે દરમ્યાન આ બ્લાસ્ટ થયો. બસ જમ્મુના બસ સ્ટેશન પર જ ઉભી હતી. કેટલાંક મુસાફરો આ દરમ્યાન બસમાં સવાર હતા. બ્લાસ્ટમાં ઘાયલ થયેલાં મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીર ખીણમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ જમ્મુ-કાશ્મીર હાઇએલર્ટ પર છે.






No comments:
Post a Comment