અયોધ્યા વિવાદ કેસને ઉકેલવા માટે મધ્યસ્થતાનો રસ્તો અપનાવાશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવૈધાનિક બેન્ચે શુક્રવારના રોજ રામજન્મભૂમિ-બાબરી મજસ્જિદ જમીન વિવાદના સર્વમાન્ય સમાધાન માટે મોટો નિર્ણય લીધો છે. એવામાં સ્પષ્ટ થાય છે કે રાજકીય રીતે સંવેદનશીલ આ કેસને કોર્ટની બહાર ઉકેલવાની કોશિષ કરાશે. સુપ્રીમ કોર્ટે આ બાબત 3 સભ્યવાળી પેનલ પણ રચી દીધી છે.
ત્રણ મધ્યસ્થોમાં શ્રીશ્રી રવિશંકર સામેલ
સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ એફએમ કલીફુલ્લા આ પેનલના ચેરમેન હશે. સમિતિના બીજા મધ્યસ્થોમાં આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂ સામેલ છે. ખાસ વાત એ છે કે મધ્યસ્થતા દ્વારા કેસને ઉકેલવાની પ્રક્રિયા ચાર સપ્તાહમાં શરૂ થશે અને આઠ સપ્તાહમાં જ પૂરી થશે. જો કે માનવામાં આવી રહ્યું છેકે આ સંબંધમાં કાર્યવાહી એક સપ્તાહમાં જ શરૂ થઇ શકે છે.
તેની સાથે જ કોર્ટે ફૈજાબાદમાં જ મધ્યસ્થતાને લઇ વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી વાતચીતનો સિલસિલો ચાલશે, સંપૂર્ણ વાતચીત ગોપનીય રખાશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પેનલમાં સામેલ લોકો કે સંબંધિત પક્ષ કોઇ માહિતી આપશે નહીં. તેને લઇ મીડિયા રિપોર્ટિંગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.





No comments:
Post a Comment