WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, June 15, 2019

વાયુ’ વાવઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, ઉત્તર ગુજરાતમાં પણ થશે અસર




ગુજરાત પર ફરીથી ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. જોકે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે ગુજરાત પર આવેલ ‘વાયુ’ સંકટ ટળી ગયું છે. પરંતુ તાજેતરમાં એવી માહિતી મળી છે કે ‘વાયુ’ વાવાઝોડું કચ્છ તરફ ફંટાઈ શકે છે. વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો ન થતા હવામાન વિભાગે પણ ખતરો હજુ પણ યથાવત રહેવાની માહિતી આપી હતી. 
18મી જૂનના રોજ સાબરકાંઠા, બનાસકાઠા અને ઉત્તર ગુજરાતમાં વાયુને કારણે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદની આગાહી છે. વાયુનો ખતરો હાલ ટળી ગયો છે અને તે ગુજરાત માટે ફાયદાકારક સાબિત થયું છે. જોકે, વાયુની સ્થિતિ હજુ પણ સિવિયર છે, હજુ પણ વાયુની અસર ગુજરાતમાં રહેશે. વાયુની અસર કચ્છમાં રહેશે અને આવનારી 18 તારીખે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
વાયુને લઈને હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વાયુ નામનું વાવાઝોડું પાછું ગુજરાત તરફ પાછું વળ્યું છે અને આગામી 17 અને 18 તારીખ સુધીમાં કચ્છ પહોંચી શકે છે. હાલ આ વાવાઝોડું પોરબંદરથી 260 કિ.મી. દૂર છે. કચ્છમાં જ્યારે આ વાવાઝોડું આવશે ત્યારે તેની સંભવિત સ્પીડ 45થી 50 કિ.મી.ની ઝડપે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે પોરબંદરથી 260 કિમી દૂર દક્ષિણ પશ્ચિમે છે, હવે આ વાવાઝોડુ ધીરે ધીરે નબળું પડશે અને 17મી સાંજે સુધી તેના કારણે કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 18મી જૂને આ ડિપ ડિપ્રેશન રાજ્યના ઉપર ભાગેથી પસાર થશે તેથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠ, પાટણ જિલ્માંલામાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વાયું વાવાઝોડાના કારણે તંત્ર ફરીથી સાબદું બની ગયું છે. કચ્છ કલેક્ટરે તંત્રને સાબદુ કર્યુ છે જ્યારે નાગરિકોને તૈયાર રહેવા સૂચના આપી છે. તેમણે અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં વાવાઝોડ અંગે ખોટી ટિખ્ખળો કરવી નહીં.
દેશના હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ ડિપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આ આગાહીના પગલે કચ્છ કલેક્ટરે નાગરિકોને સાબદા રહેવા માટે અપીલ કરી છે.

No comments:

Post a Comment

Total Pageviews