અમીરગઢ સેલટેક્સ ઇન્સ્પેક્ટર રૂ.પ હજારની લાંચ લેતા ઝડપાયા
ટેક્સ બચાવવા માટે ટ્રક વાળા પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી
અમીરગઢ સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર રૂ.પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. ટ્રક ચાલક પાસેથી ટેક્સ બચાવવા માટે રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી. જે અંગે એસીબીએ ટ્રેપ કરી ઇકબાલગઢ હાઇવે પરથી ટ્રક વાળા પાસેથી નાણાં લેતા સેલ્સટેક્સ ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યા છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર કાયદેસરની કાર્યવાહી કર્યા વિના ટાઇલ્સ ભરેલી ટ્રક પસાર કરાવવા માટે ચાલક પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ માંગવામાં આવી હતી. જે અંગે ટ્રક ચાલકે તેના એક મિત્રને વાત કરતાં તેના મિત્રએ તેને એન્ટી કરપ્શનમા ફરિયાદ કરાવવાની સલાહ આપી હતી. આથી તેણે મિત્રની સાથે જઈ પાલનપુર એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે પટેલનો સંપર્ક કર્યો હતો. આથી પાલનપુર એસીબી પીઆઇ કે.જે.પટેલ તથા એસીબી બોર્ડર એકમ ભુજ ના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ સહિતની ટીમ દ્વારા ઇકબાલગઢ નજીક આબુ હાઇવે પર દર્શન હોટલ પાસે છટકું ગોઠવી અમીરગઢ ચેક પોસ્ટના સેલટેક્સ ઓફિસર કરશનભાઇ નરસીભાઇ રાલોલિયા ને રૂપિયા પાંચ હજારની લાંચની રકમ સ્વીકારતા ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ ઉપર અધિકારીઓની રહેમ નજર તળે ફોલ્ડરિયાઓ દ્વારા મોટી માત્રામાં ટ્રકોને બારોબાર કઢાવી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો દૈનિક લાખો રૂપિયાનો આ કાળો કારોબાર અધિકારીઓના ખિસ્સામાં જતો હોવાનું બહાર આવે તેમ છે....
Arunodaynews






No comments:
Post a Comment