બનાસકાંઠા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક ખાનગી લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ પલટી ખાઈ જતાં 10થી 15 લોકોનાં મોતની આશંકા છે. તો આ અકસ્માતમાં 30થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
આ ગમખ્વાર અકસ્માતને લઈ જિલ્લા વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તો ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. લોકોમાં ચર્ચા અનુસાર વરસાદને કારણે બસ સ્લીપ ખાઈ ગઈ હતી. ઢાળ પર અચાનક બ્રેક મારવાને કારણે બસ સ્લીપ ખાઈ જવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ લક્ઝરી બસ અંબાજીથી દાંતા તરફ આવી રહી હતી.
જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. જેસીબી અને ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે વરસાદને કારણે રસ્તો પણ લોહીથી લથપથ બની ગયો હતો. અને બસમાં ફસાયેલાં લોકોની ચીચીયારી વાતાવરણમાં ગુંજી ઉઠી હતી.
અરૂણોદય ન્યૂઝ







No comments:
Post a Comment