WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, September 24, 2019

6.3ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાઓથી દિલ્લી સહિત આખુ ઉત્તર ભારત ધ્રુજ્યુ, PoKમાં થઈ તબાહી









દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચંકા, તીવ્રતા 6.1 રિક્ટર સ્કેલ

પાકિસ્તાનની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે પાક આર્મી રાહત કામગીરીમાં જોડાયું

પાક અધિકૃત કાશ્મીરમાં મીરપુર પાસે ભૂકંપનું કેન્દ્ર, અહીં રસ્તાઓ પર તિરાડો પડી ગઇ

બપોરે 4 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો, દિવાલો તૂટી ગઇ, લોકો ઘરની બહાર ભાગ્યાં

હવે રાત હોવાથી રાહતકાર્યમાં મુશ્કેલી, રસ્તાઓ તૂટવાથી કાર અને મોટી ગાડી અટકી, માત્ર બાઇક જઇ શકે તેમ છે

ઇન્ટરનેશનલ ડેસ્ક:પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પેશાવર, રાવલપિંડી અને લાહોરના વિસ્તારોમાં ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઇ છે. આ ભૂકંપની તીવ્રતા 6.1ની જણવવામાં આવી છે જે 8-10 સેકેન્ડ સુધી ચાલ્યો હતો. ડિવિઝનલ કમિશ્નર ચૌધરી મોહમ્મદ તૈયબે પાકિસ્તાનના મીડિયામાં જણાવ્યા પ્રમાણે ભૂકંપના લીધે આઠ લોકોનું મોત થયું છે જ્યારે ઘાયલોની સંખ્યા 100થી વધારે છે. મૃતકમાં એક બાળકી સામેલ છે. અહીં ઘણા મકાનોમાં દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. રસ્તાઓમાં પહોળી તિરાડો પડી ગઇ હતી અને ગાડીઓ અંદર ઘૂસી ગઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર પીઓકેના મીરપુર પાસે છે. સૌથી વધારે નુકશાન પણ મીરપુર અને ઝેલમ વિસ્તારમાં થયું છે. ઘટના અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દુખ વ્યક્ત કર્યું હતું.
પાકિસ્તાનના મેટેરોલોજીકલ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે ભૂંકપનું કેન્દ્ર જમીનની અંદર દસ કિલોમીટર નીચે હતું અને ખૈબર પખ્તુન્ખ્વા સહિત મીરપુર , પીઓકે અને પંજાબ પ્રાંતમાં તેની અસર વર્તાઇ હતી. અત્યારે લોકો શોશિયલ મીડિયા પર તસવીરો અને માહિતી શેર કરી રહ્યાં છે. ભારતમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી. જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે. યૂરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી.
રાતનો સમય રાહતકાર્યમાં મુશ્કેલીરૂપ, અમુક લોકો ઘર સુધી નથી પહોંચી શક્યાં
પાકિસ્તાનમાં અત્યારે સાંજ પછીનો સમયછે તો રાત્રે રાહતકાર્યમાં મુશ્કેલી પડશે. રસ્તાઓ તૂટી જવાના લીધે રાહતકાર્ય માટે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. POKના હમીરપુરના રહેવાસી મોહમદીને ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવે રાતના સમયે લાઇટ અને જનરેટરની વ્યવસ્થા કરવી પડશે. ભૂકંપ બાદ લોકો તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. અમુક દુકાનો પડી ગઇ હતી અને ઘણા લોકો ઘાયલ છે. રસ્તાઓ ચાર થી પાંચ ફુટ નીચે ઘુસી ગયા છે. હજુ અહીં રાહતકાર્ય બરોબર શરુ થયું નથી. અમુક લોકો બહાર ગયા છે એ રસ્તાઓ તૂટવાના કારણે તેમના ઘરે પહોંચી નથી શક્યા.
મંગલા ડેમની નહેરમાં ભંગાણ, આર્મીએ એવિએશન ટીમથી રાહત સામગ્રી રવાના કરી
મીરપુરમાં ઝેલમ નદી પર બનેલા મંગલા ડેમથી જોડાયેલી નહેરમાં તિરાડો પડી હતી .તેનાથી પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે તેમ હતું . પરંતુ પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે પાણીને રોકી દેવામાં આવ્યું છે. જોકે હજું પણ ખતરો બનેલો છે કારણ કે 24 કલાક સુધી આફ્ટરશોક આવવાના છે. અમુક ગામડાઓમાં પાણી દાખલ થયું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. પાકિસ્તાની આર્મીએ કહ્યું છે કે રસ્તાઓ તૂટી જવાના કારણે એવિએશનની ટીમ મેડિકલ અને રાહતની સામગ્રી લઇને રવાના થઇ છે. મીરપુર અને ભીંબર તેમજ કોટલીને જોડતો મુખ્ય રોડ પણ તૂટી ગયો છે. ત્યાં હવે કારથી જઇ શકાય તેમ નથી, માત્ર મોટરસાઇકલથી જઇ શકાય તેવી સ્થિતિ છે.

લાહોરથી અંદાજે 173 કિમી જ દૂર ભૂકંપ કેન્દ્ર
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના રાવલપિંડી પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાક અધિકૃત કાશ્મીરના મીરપુરમાં ભૂકંપનું કેન્દ્ર હતું, આ જગ્યા લાહોરથી અંદાજે 173 કિમી જ દૂર હતી. ભૂકંપના આચંકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળે અનુભવાયા છે.
   

       અરૂણોદય ન્યૂઝ

No comments:

Post a Comment

Total Pageviews