WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, October 21, 2019

અસલીમાં નકલી તમાકુ ભેળવી વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડ





પોલીસે મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી

અસલી ડબ્બાના સીલ મશીનથી ખોલી ભેળસેળીયુ તમાકુ ભરી દેતા

પહેલા બંને તમાકુ પેકીંગની ફેક્ટરીમાં કામ કરતા હતા
Oct 21, 2019,
રાજકોટ: કુવાડવાના પીપળીયા ગામમાં સણોસરાના રસ્તા પર નવીન નગર બ્લોક નં. 221 ભાડે રાખી વાંકાનેરના રાતીદેવડી અને વાંકાનેરના બે મોમીન શખ્સોએ બાગબાન કંપનીની તમાકુમાં ભેળસેળ કરવાનું શરૂ કર્યાની બાતમી કુવાડવા ડી. સ્ટાફના દિલીપભાઇ બોરીચા અને રઘુવીરભાઇ ઇશરાણીને મળતાં દરોડો પાડી આ બંનેને ઝડપી લઇ રૂ. 7,21,820 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્રણ દિવસ પહેલા જ બંનેએ આ મકાન ભાડે રાખ્યું હતું. અગાઉ પોતે તમાકુ પેકીંગના કારખાનામાં કામ કરતાં હતાં. હવે પૈસાદાર થવા મકાન ભાડે રાખી અસલીમાં નકલી તમાકુ ભેળવી આ ભેળસેળીયુ તમાકુ મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે વેંચવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે માલની સપ્લાય થાય એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં.
અમદાવાદના વેપારીએ ફરિયાદ નોંધાવી
આ મામલે કુવાડવા પોલીસે બાગબાન કંપની વતી નકલી માલ શોધવાનું કામ કરતાં અમદાવાદ ઘાટલોડીયાના હિરેન મુકેશભાઇ પટેલની ફરિયાદ પરથી રાતીદેવડીના સોહિલ ઉસ્માનભાઇ કડીવાર તથા અબ્દુલ અયુબભાઇ સમા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે રૂમમાંથી બાગબાન ટોબેકો કંપનીના 138 નંબરની તમાકુના પતરાના ડબ્બા નંગ 2000 રૂ. 2,70,000ના, નાની સાઇઝના બીજા 1680 ડબ્બા રૂ. 2,26,800ના, અન્ય 48 ડબ્બા રૂ. 72 હજારના, 200 ગ્રામના પતરાના ડબ્બાના ઢાંકણા નંગ 150 રૂ. 1500, 45 ગ્રામના પતરાના ડબ્બાના ઢાંકણા 1000 નંગ રૂ. 1000, તમાકુના ખાલી બોકસ નંગ 200, 200 ગ્રામના પતરાના ખાલી ડબ્બા નંગ 270, 45 ગ્રામના પતરાના ખાલી ડબ્બા નંગ 1000, લુઝ તમાકુ 120 કિલો રૂ. 11 હજારનું, સેલોટેપ અલગ-અલગ ભાષામાં લખાણવાળી, ઇલેકટ્રોનિક વજન કાંટો, તમાકુના ડબ્બા ભરવા માટેના પુઠાના બોક્સ નવા નંગ 300, ડબ્બા પેકીંગ કરવાનું મશીન રૂ. 25 હજારનું, ડબ્બા ખોલવાના લોખંડના ચકરડા નંગ 3, જેટ પ્રિન્ટર નંગ 1, પ્રિન્ટર ઘોડી નંગ 1, કન્વર્ટર બેલ્ટ નંગ મળી કુલ રૂ. 7,21,820નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

No comments:

Post a Comment

Total Pageviews