૮-થરાદ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી તા.૨૪ ઓકટોબરના રોજ જગાણા-એન્જીનિયરીંગ કોલેજ ખાતે થશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં ૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ગઇકાલે તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ સંપન્ન થયું હતું. ૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલ એન્જીનિયરીંગ કોલેજના માઇનીંગ બિલ્ડીંગમાં તા. ૨૪ ઓકટોબર-૨૦૧૯, ગુરૂવારના રોજ સવારે-૮.૦૦ વાગ્યાથી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જગાણા એન્જીનિયરીંગ કોલેજ ખાતે મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
અરૂણોદય ન્યૂઝ





No comments:
Post a Comment