બેસતા વર્ષથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય
(માહિતી બ્યુરો, પાલનપુર)
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર કારતક સુદ-૧ (એકમ) સોમવારને તા.૨૮/૧૦/૨૦૧૯ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
તા.૨૮/૧૦/૨૦૧૯ સોમવાર (બેસતું વર્ષ)
આરતી સવારે-૬.૦૦ થી ૬.૩૦ દર્શન સવારે-૬.૩૦ થી ૧૦.૪૫ રોજભોગ-૧૨.૦૦ થી ૧૨.૧૫
અન્નકુટ આરતી-૧૨.૧૫ થી ૧૨.૩૦ દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫ આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦ દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૩.૦૦
તા.૨૯/૧૦/૨૦૧૯ થી તા.૦૩/૧૧/૨૦૧૯ સુધી
આરતી સવારે-૬.૩૦ થી ૭.૦૦ દર્શન સવારે-૭.૦૦ થી ૧૧.૩૦ રોજભોગ-૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫ આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦ દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૩.૦૦
તા.૦૪/૧૧/૨૦૧૯થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે-૭.૩૦ થી ૮.૦૦ દર્શન સવારે-૮.૦૦ થી ૧૧.૩૦ રોજભોગ-૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે-૧૨.૩૦ થી ૧૬.૧૫ આરતી સાંજે-૧૮.૩૦ થી ૧૯.૦૦ દર્શન સાંજે-૧૯.૦૦ થી ૨૧.૦૦





No comments:
Post a Comment