થરાદ તાલુકાના ત્રણ ગામમાં ખાનપુર. નાગલા. ડોડગામ વરસાદી પાણી ખેડૂતો ના ખેતરોમાં હતું.
તેઓએ જાતે મોટર, પમ્પ થી પોતાના ખર્ચે નિકાલ કર્યોતો.
2.11.2019 ના રોજ પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં દુઃખનો કોઈ પર નારહ્યો
આ વષૅ 02/11/2019 ના રોજ પડેલા ભારેથી અતિ ભારે વરસાદ ના કારણે થરાદ તાલુકા ના ખાનપુર નાગલા ડોડગામ ના રેલ વિસ્તાર મા ભરાયા વરસાદી પાણી હજૂ સુધી ખેડૂતોને ચોમાસુ પાક ન લેવાતા દુઃખ નો માહોલ છવાયો હતો. નાગલા ગામ ની અંદર અને ખાનપુર અને ડોડગામ ના રેલ વિસ્તારના અંદાજીત 240થી 360 હેકટર ની અંદર પાણી પડયુ છે પાણી ના કારણે મચ્છર જન્યો રોગો થવાની પુરેપુરી સંભાવના છે સરકાર દ્વારા પાણી નીકાલ ની કામગીરી નહી કરાય તો ખેડૂતો ને સીયાળુ સીજન પણ નહી લેવાય અને ખેડૂત દેવા મા ડુબી મરસે ત્રણ ત્રણ વખત પુર આવવા છતાં સરકાર દ્વારા પાણી ના કાયમી નીકાલ ની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી ૨૦૧૫ અને ૨૦૧૭ મા જયારે પુર આવ્યુ તયારે સરકાર દ્વારા ખેડૂતો ને બસ આશીર્વચન આપવામાં આવયા પણ કોઈ પાણી નીકાલ ની કામગીરી ન કરી જયારે ૨૦૧૯ મા પાણી ભરાયા તયારે પણ અગાઉ ની માફક જીલ્લા કલેક્ટર સાહેબ દ્વારા આ ત્રણેય ગામોની મુલાકાત લેવામા આવી ને કહેવા મા આવ્યુ કે ૧૦ દિવસ સુધી મા યોગ્ય પગલા લેવાસે પણ હજી સુધી કોઈ પણ પ્રકાર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી આથી વધુ મા સ્થાનિક ખાનપુર ના ખેડૂત કિરણભાઈ દ્વારા જણાવ્યું હતું કે જો પાણી નીકાલ ની કામગીરી ન કરાય તો આ વખત ની પેટાચૂંટણી નો બહિષ્કાર કરીસુ સૌનો સાથ સૌનો વિકાસ નિ વાતો કરવા મા આવે છે ત્યારે ખેડૂતો દ્વારા જણાવવામાં આવયુ કે સરકારનો વિકાસ અને ખેડૂતો નો વિનાશ થઈ રહ્યો છે સરકાર દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને ખાનપુર નાગલા ડોડગામ આ ત્રણ ગામના ખેતરો ના હજારો વૃક્ષો બળી રહેયા છે તો કોઈ પાણી નિકાલની વ્યવસ્થા કરવામા આવતી નથી
( નાગલા ગામના ખેડૂત કમલેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે તેમના ગામમાં આજ દિન સુધી વરસાદી પાણી ખેતરોમાં પડયા છે તંત્ર ને અનેક વખત રજૂઆત કરવા છતાં ફક્ત વાયદાઓ આપે છે પણ કાયમી પાણી નો કોઈ નિકાલ કરવામાં આવતો નથી જો તેમના ગામના તળાવોમાં થિ પાણી નો નિકાલ કરવામાં આવે તો કદાચ વરસાદી પાણી ઓસરી શકે છે
બનાસકાંઠાના સાંસદ પરબત ભાઈ પટેલ ને આવેદનપત્ર આપીને ત્રણ ગામના લોકો એ રજૂઆત કરી પણ સંસદશ્રી દ્વારા કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવી નથી હવે ખેડૂતો કોની પાસે રજુઆત કરે કયારે પાણી નો નિકાલ થશે એના પર ખેડૂતો મુજવણમા છે
આમ જોતા ખેડૂતોએ પક્ષ પલટો કર્યો પણ હજુ સુધી આ પાણી નો નિકાલ કરવામાં નથી આવ્યો. ખેડૂતોની સાથે કોણ.
ડોડગામ ગામના ખેડૂતો.
હેમાભાઇ પટેલ, માનાભાઈ રાજપૂત,વિનોદભાઈ, કિરણભાઈ ખેડૂતોએ જણાવ્યું હતું
અહેવાલ જીગ્નેશ ગજ્જર થરાદ





No comments:
Post a Comment