*સ્લગ-* ડેંગ્યૂ જેવા મોટા રોગો કાંકરેજ માં ફેલાય રહ્યા છે. તો એના જવાબદાર કોણ..? આરોગ્ય વિભાગ કેમ ઘોર નિંદ્રામાં અને મૌન ધારણ કરી બેઠું છે.
*એન્કર-* થરા નગરપાલિકા વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય" ઠેર ઠેર ગંદકી થતાં રોગચાળો ફેલાય તેવી શક્યતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વેપારી મથક થરા તેમજ અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડી રહ્યાં છે કારણ કે ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવાઇ રહ્યા છે.અને ગંદકી નો મોટા પાયે જથ્થો એકત્ર થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
આ ગંદકીના કારણે ડેંગ્યૂ કે અન્ય મોટી બિમારીઓ થવાનો લોકોને પણ ભય રહે છે અને ડેંગ્યૂના કેસોમાં વધારો થઇ રહ્યો છે ગંદકી ના કારણે રખડતા ઢોરો પણ પ્લાસ્ટિક વિગેરે ખાઇ સ્વાસ્થ્ય બગાડે છે.એક બાજુ સરકાર દ્વારા ચાલી રહેલું "સ્વસ્થ ભારત મિશનનો ગ્રામ્ય તેમજ અમુક શહેરી વિસ્તારોમાં લાગે અમલ માં મુકાયું નથી કે શું તંત્ર દ્વારા કોઇ કામગીરી
હાથ ધરવામાં આવી રહી નથી..? તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
શહેરોમાં સફાઇ તો રાખવામાં આવે છે.પણ નાના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં કેમ સ્વચ્છતા રાખવામાં આવતી નથી. વાત કરવામાં આવે તો થરા નગરપાલિકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. થરામાં જોવા જઈએ તો રૂની રોડ, નગરપાલિકા રોડ સૌચાલય ની બાજુમાં અતુલ નાસ્તા ની પાછળ દવાખાનાં ની બાજુમાં ચોર્યાસી વિસ્તાર, જેવા અનેક વિસ્તારો પર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળ્યું છે.શું થરા નગરપાલિકા દ્વારા મેન રોડની સાઇટમાંથી ચેક ચેક કરી સફાઇ થતી હોય છે અંદરની ગલીયોમાં સફાઇ કેમ નથી કરતાં સફાઇ વેરો તો લેવામાં આવે છે. પણ પુરતી સફાઈ કેમ કરવામાં આવતી નથી.ત્યારે જોવાનું એ રહે છે. કે નગરપાલિકા ચીફ ઓફિસર આ મિડિયા ના અહેવાલ થી સજ્જ પગલાં લેશે ખરા કે ફરી આંખ આડા કાન કરી મૌન બેઠી રહશે.તે આવનાર સમય બતાવશે.
*(અહેવાલ : જીગ્નેશ ગજ્જર, કેમેરા મેન ભરતસિંહ રાજપૂત બનાસકાંઠા)*






No comments:
Post a Comment