થરાદ તાલુકા કિસાન એકતા સમિતિ દ્વારા થરાદ કલેકટર શ્રી ને આવેદન પત્ર અપાયું....
થરાદ તાલુકાના ખેડૂતો ની માંગણી ધ્યાન ઉપર લઈ ગુજરાત કિસાન એકતા સમિતિ દ્વારા ખેડૂતો ની આપવીતી જેવી કે પાછોતરા વરસાદે ખેડૂતો ના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ સર્જાઈ હોવાથી ખેડૂતો ને પાક વીમો કમ્પની મારફતે ચૂકવવા અને બિન વીમો ના ઉતરાવેલ તેવા ખેડૂતોને પણ સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવેતેવી માંગણી થરાદ કિસાન એકતા સમિતિ ના પ્રમુખશ્રી વસરામ ભાઇ ચૌધરી નટુભાઈ દવે શૈલેષભાઇ, તેમજ ખેડૂતો સાથે થરાદ પ્રાન્ત કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું.
જોકે વાત કરવામાં આવે કે સરકાર પાસે તમામ ખેડૂતો ના 7/12, 8 અ તેમજ બૅંક ખાતા ની તમામ માહિતી હોવાથી ખેડૂતોને નુકસાન બાબતે મદદ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું...
અહેવાલ જીગ્નેશ ગજ્જર થરાદ






No comments:
Post a Comment