સિધ્ધપુર તાલુકાના સમોડા ગામમાં મુસ્લિમ યુવાનો દ્વારા રાશન કીટનું વિતરણ સમગ્ર ગામ ની વિધવા અને ગરીબ લોકો ને કરવામાં આવ્યું .
અત્યારે જે ભારત માં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સિદ્ધપુર તાલુકાના સમોડાં ગામે મુસ્લિમ યુવાનો ભેગા થઈ સમગ્ર હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ ની વિધવા બહેનો તેમજ ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતા લોકોને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ મુસ્લિમ સમાજ દ્વારા જેટલી મદદ થશે તેટલી કરવા પણ આહ્વાન કરવામાં આવ્યું હતું કીટ વિતરણ કરવા જતાં નાની નાની બાબતો ને પણ ધ્યાન માં રાખવામાં આવી હતી જેવી રીતે કોઈએ પોતાના મોબાઈલ માં તસવીર પણ લીધી ન હતી તેમજ સેનીટાઇજર તેમજ માસ્ક પહેરવામાં આવે અને કોરોના ને લઈને જે લોકડાઉન નો સરકાર તરફ થી આદેશ આપવામાં આવ્યો છે તેનું સંપૂર્ણ પણે પાલન કરવું તેવું પણ લોકો ને આહ્વાન કરવામાં આવ્યું અને મુસ્લિમ સમાજ દ્વારા જેટલી મદદ થઈ શકશે એટલી મદદ કરવા અમે તૈયાર છીએ તેવું કહીને ગામની એકતા નું ઉદાહરણ આપ્યું દરેક સમાજે આ પ્રયાસ ની પ્રશંસા કરી હતી








No comments:
Post a Comment