રાશન સામગ્રીનું વિતરણ*
*ગામ :-ભાગળ-જગાણા*
*તા:- પાલનપુર*
*જિલ્લો:-બનાસકાંઠા*
માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ૨૧ દિવસ સુધી કોરોના નામના વાઇરસ(રોગ)ને દેશવટો આપવા માટે સંપૂર્ણ રીતે લોક ડાઉન નું એલાન કરેલ છે..તેના ભાગરૂપે
ભાગળ(જ) ગામમાં ગામના સેવાભાવી લોકો દ્વારા ગામમાં રહેતા એવા કેટલાય પરિવારો છે જે રોજનું કમાઈને રોજ ખાય છે.. એ લોકોની વિવશતા થી પરેશાન થઈને ગામના સેવાભાવી યુવાનોએ પોતાના સ્વખર્ચે જરૂરિયાત મંદ સર્વધર્મ ના 300 જેટલા પરિવારોને 10 કિલો ઘઉંનો લોટ,5 કિલો ચોખા,2 કિલો દાળ અને બે કિલો ખાદ્યતેલ નાં પાઉચ વિતરણ કર્યા..
હજી પણ 250 ઉપર કીટ વિતરણ કરવાનું આયોજન છે)
વાત કરવી અને ખરેખર અમલ કરવો એ બંનેમાં જમીન આસમાન નો તફાવત રહેલો છે...
અને દરેક ને આવું કાર્ય કરવાની પ્રેરણા મળી એમાં ચોક્કસ આપના વડીલો અને સત્કાર્યો જ એની સાબિતી આપે છે એવું હું સ્પષ્ટપણે માનું છું..
દુનિયામાં સૌથી મોટું કોઈ દાન હોય તો એ અન્નદાન છે એ ઉકિતને આપે સાર્થક કરી બતાવી છે... .. ગામના દરેક વડીલો/યુવાનો આ કર્યા માં સામેલ થયા, સાથો સાથ ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ, સરપંચશ્રી,તલાટી-મંત્રીશ્રીએ પણ આ કાર્ય માં સહયોગ આપી આ કાર્ય માં સામેલ થયા .... દરેક કર્મશીલ યુવાનો-વડીલો આ કાર્ય માં સામેલ થયા એ બદલ એ ભૂખ્યા લોકો ના જઠરાગ્નિ માથી તૃપ્ત થયેલો ઓડકાર અને ઠરેલી આંતરડી આપને સફળતાના સર્વે શિખરો સર કરાવે એવી શુભેચ્છાઓ..........આવા સમયે તમે ગામના ગરીબ લોકો માટે આગળ આવ્યા એ બદલ ભાગળ-જ ગ્રામ પંચાયત દરેક યુવાનો-વડીલો ને બિરદાવે છે....









Great job... Its our duty..
ReplyDelete