કોરોના વાયરસ સામે આશા આંગણ વાડી બહેનો ને સ્વ આરોગ્ય રક્ષણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર પગલાં ભરે. જિલ્લામાં આશા અને આંગણ વાડી કર્મ ચારી બહેનો જેઓ હોમ ટુ હોમ કામગીરી કરતી હોય અને સીધા લોકો ના સંપર્ક માં આવતા હોય ગ્રાસ રૂટ લેવલ પર ની કામગીરી હોઈ આ બાબતો ધ્યાનમાં લઈ તેમના સ્વ આરોગ્ય માટે જિલ્લા આરોગ્ય વિભાગ જાગૃત થાય.
કોરોના જાગૃત્તિ શિબિરની જિલ્લાભરમા આંગણવાડી બહેનોની અને આશાવર્કર બહેનો ને મિટિંગમાં આરોગ્ય તંત્ર ની ઘોર બેદરકારી.
બેદરકારી ના ભાગરૂપે આરોગ્ય તંત્ર પર સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવે તે જરૂરી
બનાસકાંઠા આરોગ્ય તંત્ર દ્વારા વારંવાર બેદરકારી જોવા મળતી હોવાની લોકો માં રાડ.
આજે જિલ્લાભરમાં પી.એચ.સી કેન્દ્રોમાં આંગણવાડી બહેનોની અને આશાવર્કર બહેનો ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ અંગે માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં આંગણવાડીની બહેનો તેમજ આશાવર્કર બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
કોરોના વાઇરસ નામનો જીવલેણ રોગ સમગ્ર વિશ્વ માં હચમચાવી રહ્યો છે અને સરકાર દ્વારા કોરોના જેવા જીવલેણ રોગ ને અંકુશ માં લાવવા કલમ ૧૪૪ લાગુ કરાઇ દેવાઇ છે ત્યારે સાવચેતી ના ભાગરૂપે લોકો સાથે દુર રહેવુ ખૂબ જ જરૂરી છે. પરંતુ જિલ્લાભરના પીએચસી કેન્દ્રોમાં કોરોના વાઇરસ ના પગલે જાગૃતિ શિબિર યોજાઇ તેમાં આશા ફેસેલિટર બહેનો અને આશા વર્કર બહેનો ની મોટી સંખ્યા માં ભીડ જોવા મળી હતી અને 144 કલમ ભંગ થતી જોવા મળી ત્યારે બેઠક વ્યવસ્થા માં પણ ઘોર બેદરકારી જોવા મળી હતી. અને કોરોના વાઇરસ ને અંકુશ માં લાવવા ને બદલે ફેલાઇ રહે તેવી પ્રતિક્રિયઅો આરોગ્ય તંત્ર ની જોવા મળી હતી. આરોગ્ય તંત્ર ના નાણાવટી સાહેબો માટે ખુરશીઅો ની વ્યવસ્થા કરાઇ હતી જ્યારે રોગચાળા ના સર્વે કરતી અને નજીવા વેતન માં કામ કરતી આશા ફેસેલિટર બહેનો તેમજ આશા વર્કર બહેનો અાંગણવાડી બહેનો ને જમીન બેઠક કેમ? માન મોભો કેમ નહી ? આશા બહેનો , આંગણ વાડી બહેનો ગ્રાસ રૂટ લેવલે કામગીરી કરે છે ત્યારે તેમના આરોગ્ય માટે આરોગ્ય ખાતું જાગૃત બને મેડમો અને સાહેબો આરામથી ખુરશીઓમાં બેઠા છે ત્યારે આશા ફેસીલેટર અને વર્કરો ઘેટા બકરાની જેમ એકબીજાને અડીને બેઠી છે આવા મહામારી ના સમયમાં સરકાર ના ફંડમાંથી ખુરશીઓની કે અંતર દિઠ બેઠક ની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી. ચુંટણી ના સમયે કોઇ રાજનેતા વોટ લેવા આવે તો આટલી મોટી બેઠક વ્યવસ્થામાં ખુરશીઅો ગોઠવાઇ જાય છે તો આમા કેમ નહી જેને લઇ આશાવર્કર બહેનો અને આંગણવાડી બહેનો માં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કોરોના વાયરસ મહામારીની જિલ્લા આરોગ્ય તંત્ર આટલી મોટી બેદરકારી રાખે તે વ્યાજબી નથી . કોરોના વાયરસ મહામારીને જિલ્લા આરોગ્યતંત્ર આટલી મોટી બેદરકારી રાખે તે વ્યાજબી નથી આટલી મોટી સંખ્યામાં બહેનો આવતી હોય ત્યારે કોઇ વાઇરસના ફ્લાય તે માટે ડિસ્ટન્સ રાખવું ખૂબ જરૂરી હોય છે, શુ જિલ્લા આરોગ્ય તંત્ર પાસે આશા બહેનો આંગણ વાડી બહેનો જે ઝોન વાઇઝ મીટિંગ કાર્યકમ મા ખાસ હાજરી આપવાની હોય છે ત્યારે તેમને ખુદ ને માસ્ક આપવા ના હોય અને ઉપયોગમાં લેવા ના હોય ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ માસ્ક આપવામાં આવ્યા નથી, કે અધિકારીઓ ધવરા સૂચના પણ આપવા માં આવી નથી આમ કોરોના જેવી મહા મારી સામે આરોગ્ય તંત્ર ખુદ જાગૃત બને. સરકાર જો ખુદ આ કોરોના વાયરસ સામે ગંભીર હોય ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.







No comments:
Post a Comment