લાખણી ના લાલપુર ગામે કોરોના જાગૃતિ અભિયાન.
આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહયુ છે ત્યારે પ્રધાનમંત્રી એ આ મહામારી સામે જીતવા માટે દેશના નાગરિક તરીકે એકવીસ દિવસ પોતાના ઘરે રહી દેશ સેવા કરવાનો અને સંપૂર્ણ ભારતમાં એકવીસ દિવસ નું લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે દેશના તમામ નાગરિકો ઘરમાં રહે સુરક્ષિત રહે અને સામાજિક અંતર રાખી પાલન કરી આ વાયરસ ને હરાવવા માટે ના એકમાત્ર ઉપાય ને સાર્થક કરવા અપીલ કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લાલપુર ગામે ગામના તમામ ગ્રામજનો ને આ મહામારી સામે લડવા સાથ આપવા પોતાના જ ઘરમાં રહેવા અને દૈનિક પ્રવૃત્તિ મા સામાજીક અંતર રાખવા જાગૃત કરવા મા આવેલ . આરોગ્ય ઓફિસર. ર્ડો દિનેશ ભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તાબા હેઠળ આવતા પેટા આરોગ્ય કેન્દ્ર આરોગ્ય સ્ટાફ દ્વારા જે કોઈ કામ માહિતી મળે છે તે ગ્રામજનો સુધી પહોંચાડવા માટે જાગૃત કરવા માટે લાલપુર ગામ ના આંગણવાડી વાડી કાર્યકર આશા બહેનો ગામ ના સરપંચ ડેરી મંત્રી ગામ ના જાગૃત નાગરિકો પોલીસ કર્મચારીઓ ના સાથ સહકાર થી આ કામગીરી ને સફળ બનાવવા મા આવી , અને ગ્રામજનો લોકડાઉન મુખ્ય પણે અમલ કરી રહ્યા છે. આ તબકે સરકારી આરોગ્ય કાર્યકર તરીકે લાલપુર ગામ ના મુકેશભાઈ, તથા સદામ ભાઈ પત્રકાર લાલપુર ગામના તમામ નાગરિકોને તેમના ઘર સુધી કોરો ના વાયરસ નો સંદેશ આપી , અને ગ્રામજનો લોક ડાઉન ના નિયમ નું પાલન કરી રહ્યાં છે
રિપોર્ટ બાય :-જીગ્નેશ ગજ્જર બ્યુરો ચીફ થરાદ બનાસકાંઠા








No comments:
Post a Comment