*ભાગળ(જ) ગામ માં દવા છંટકાવ ની કામગીરી,*
**ગામ-ભાગળ(જ)*
*તા-પાલનપુર,* *જિલ્લો-બનાસકાંઠા*
*તા:-31-03-2020**
સમગ્ર વિશ્વ ની સાથે દેશ અને રાજ્ય માં કોરોના વાયરસ(Covid-19) સામે ઝઝુમી રહેલ છે,અને વાયરસ ના કારણે હજારો ની સંખ્યા માં લોકો મૃત્યુ પામ્યા છે,કોરોના વાયરસ વધારે ના ફેલાય તેવા હેતુ સર, સાવચેતી ના ભાગરૂપે
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામે ગ્રામ પંચાયત દ્વારા ભાગળ ની જનતા ના સુખાકારી માટે તેમજ આરોગ્ય જોખમાય નહિ તે માટે આજ રોજ તા:- *31-03-2020* ના સમગ્ર ભાગળ ગામમાં જાહેર સ્થળો ની સાથે તમામ શેરીઓ,મહોલ્લામાં ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આખા ગામમાં ફરી ને દવા છંટકાવ કરી આખું ગામ *સેનિટરાઈઝેશન* કરવામાં આવ્યું....
આ કામગીરી માં ગ્રામ પંચાયત ના *સરપંચશ્રી, સભ્યશ્રીઓ,તલાટી કમ મંત્રીશ્રી,કોમ્યુટર ઓપરેટર,આરોગ્ય કર્મચારી* ,તથા અન્ય ગામ લોકો જોડાયા હતા,આ તકે દરેક ને આરોગ્ય ની કાળજી રાખવા,જાહેર અને ખાનગી સ્થળોએ નહિ જવા ,ભીડ નહિ કરવા,જાહેર માં નહિ થુંકવા,ગામમાં અવર જ્વર નહિ કરવા,તેમજ કોરના વાઇરસ ના સંક્રમણ ને અટકાવવા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તમામ એડવાઇઝરી ની સમજૂતી આપવામાં આવી,વિશેષ માં ગામમાં બહાર થી કોઈ પ્રવેશી ના શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા 5 ટિમો બનાવી ને
અલગ અલગ પોઈન્ટ આપી ને અન્ય લોકો ને હાલ પૂરતો ગામમાં પ્રવેશ નહિ આપવા સમજૂતી આપવા માં આવી.....ગામ માં ગ્રામ પંચાયત, પોલિસ કર્મચારીઓ, આરોગ્ય કે અન્ય કર્મચારીઓ ને સાથ-સહકાર આપવા, તેમજ આ કોરોના ની મહામારી ને નષ્ટ નાબૂદ કરવા એક જૂથ થઈ રાષ્ટ્હિત માટે સાથ સહકાર થી કામ કરીએ.એ માટે સમગ્ર ગામજનો ને સહકાર આપવા જણાવવામાં આવ્યુ.........
🙏 *ઘરે રહો,સુરક્ષિત રહો*🙏









Good!!! Extremely good..
ReplyDelete