WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, April 27, 2020

સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની ૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ


ઘરે રહો... સુરક્ષિત રહો... ઘરે રહો... સુરક્ષિત રહો...
સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની
૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ
............
આરોગ્ય વિભાગ દ્વારા તા.૨૬ એપ્રિલના રોજ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત બે લાખ કરતાં વધુ લોકોનો સરવે
.............
જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૪૦૭ સેમ્પલ લેવાયા, ૧૯ પોઝીટીવ, ૩૭૦ના રિપોર્ટ નેગેટીવ, ૦૬ને ડિસ્ચાર્જ કરાયા
..........

માહિતી બ્યુરો, પાટણ
સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની ૫૫ વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે જિલ્લામાં COVID19 પોઝીટીવ કેસની સંખ્યા કુલ ૧૯ થવા પામી છે. દેલીયાથરા વિસ્તારની આ મહિલા સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેમનો COVID19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૨૬ એપ્રિલના રોજ ૫૨,૫૮૩ ઘરોની મુલાકાત લઈ ૨,૦૦,૨૩૦ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૧૯૬ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
    જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૪૦૭ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૨૪૯, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે ૧૧૪, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે ૨૭ અને જનતા હોસ્પિટલ-પાટણ ખાતે ૧૬ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. બહારથી આવેલા મુસાફરો સહિત નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે ૧૩ અને ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૪૨ એમ કુલ ૫૫ જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.
...............

No comments:

Post a Comment

Total Pageviews