બનાસકાંઠા જિલ્લા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા લોક ડાઉન માં સરકાર ને ચીમકી ---------------------------------કોરોના મહામારી ને લઈ ને રીક્ષા ચાલકો ની કથળતી પરિસ્થિતિ ને ધ્યાને લેવા બાબત. લેખીત રજુઆત બનાસકાંઠા જિલ્લા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ ખાન મકરાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન રીક્ષા ચાલકો ના પરિવારો ની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે લોક ડાઉન ને એક માસ ઉપર સમય થયો છે અને રીક્ષા ચાલકો પોતાના પરિવાર સાથે ઘર માં છે કોઈ આવક નું સાધન પણ નથી બીજું અમો અત્યારે સરકાર તરફ અમોને આર્થિક સહાય કરવામાં આવે , હવે સબર અને શ્રધ્ધા બન્ને તૂટી રહી છે તો અમો શ્રી સરકાર ને જણાવીએ છીએ કે તારીખ 1/5/2020 સુધી માં જિલ્લાના રીક્ષા ચાલકોને રોકડ સહાય આપવામાં આવે નહિ તો તારીખ 3/05/2020 ના દિવસે થી તમામ રીક્ષા ચાલકો પોતાની રીક્ષા લઈ ને ધંધો કરવા નીકળી પડ શે અને જરૂર પડે તેમના પરિવાર સાથે ધરપકડ પણ વહોરી લેશે, તો તાત્કાલિક સરકાર શ્રી આ કોરોના મહામારી માં સહાનુભુતિ દાખવી યોગ્ય સહાય કરે.
અહેવાલ. ફરીદ ખાન ચૌહાણ પાલનપુર





No comments:
Post a Comment