લાયન્સ ક્લબ પાલનપુર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા.
----------------------------------નોવેલ કોરોના (કોવિડ -19) વાયરસ ના કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર ખાતે લાયન્સ કલબ ના આગેવાનો ધ્વરા પાલનપુર ના નાગરિકો ને કોરોના મહામારી સામે જાગૃતતા લાવવા અને ફરજીયાત માસ્ક પહેરવા અનુરોધ કરવા માં આવ્યો. લોક ડાઉન માં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકોના સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું છે ત્યારે સમગ્ર ભારત દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ નો પગપેસારો થઈ ગયો છે. ત્યારે પાલનપુર શહેરમાં આવેલા લાયન્સ ક્લબ ના આગેવાનો દ્વારા પાલનપુરના નાગરિકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. અને લાયન્સ ક્લબના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી શહેરમાં અવર જવર કરતાં તમામ લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા અને લોકોને ઘરમાં જ રહેવા એક નમ્ર વિનંતી કરવામાં આવી હતી .અને જો ઘર ની બહાર ખાસ કામ હોય તોજ નીકળવુ અને ફરજિયાત પણે માસ્ક પહેરીને નીકળવા અપીલ કરવામાં આવી. હતી જેમાં પાલનપુર શહેર ના મુખ્ય માર્ગ ગુરુ નાનક ચોક પર ઉભેલા પોલીસ જવાનોને પણ માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. અને રાત દિવસ ને ખડે પગે રહી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવા માટે બનાસકાંઠા પોલીસ તંત્રને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .
અહેવાલ. ફરીદ ખાન ચૌહાણ પાલનપુર

No comments:
Post a Comment