જન્મ દિવસ ની ઉજવણી દરેક માણસ માટે મહત્વ નો દિવસ એક ખાસ દિવસ હોય છે અમીર હોય કે ગરીબ પોતાનો જન્મ દિવસ વર્ષ માં એકવાર ઉમંગ ભેર ઊજવી લેતો હોય છે ત્યારે આજે દેશમાં વિકટ પરિસ્થિતિ સર્જાતા મહામારી ના સમયમાં સૌ કોઈ પોતાની સલામતી માટે જીવન ને મહત્વ આપતા હોય છે , આજે કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે નોવેલ કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે સમગ્ર દેશના નાગરિકો આજે સલામતી માટે એક માત્ર ઉપાય તરીકે સૌ ઘરમાં છે ત્યારે બનાસકાંઠા ના લાખણી તાલુકાના મોટાકાપરા ગામના અને રબારી સમાજ નુ રત્ન તેવા કલાકાર રાજન રબારી નાની ઉંમરે પોતેજ અલગ પ્રકારની કલા સાથે તેઓ એ પરિવાર નુ અને સમાજ નુ આગવું નામ બનાવી લીધું છે
વાત કરી એતો મિત્ર માટે દોસ્તો જાન આપી દે તેવી કહાની કદાચ આપ સાંભળી હશે પરતું આજ કહાની આજે આપણી સમક્ષ જોવા મળી રહી છે જો આજ ના સમયમાં જન્મ દિવસ માં લોકો અવનવા જન્મ દિવસ ની શુભેચ્છાઓ મનાવતા હોય છે જન્મ દિવસ ની પાર્ટી માં લગભગ પૈસા નો બહુજ ધુમાડો થતો જોવા મળે છે આ આખી એક જ કહાની અલગ પ્રકારની જોવા મળી રહી છે....અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ને લઈ ને ભારત દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે આજે ભારત ના તમામ લોકો લોક ડાઉન નુ ચુસ્ત પણ જબરદસ્ત પાલન કરતાં જોવા મળે છે જેમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય માં પણ કોરોના કેસ ના આંકડા જે સતત દિવસે દિવસે વધી રહ્યાં છે જેવાં અમુક લોકો ના જન્મ દિવસ પણ આવી ચુક્યા છે વાત કરીએ તો લોક ડાઉન વચ્ચે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી નથી જ્યારે વાત કરીએ તો કલાકાર રાજન રબારી ના જન્મ દિવસ નિમિત્તે તેઓ ના મિત્ર દ્વારા સોશિયલ મીડિયા થકી તેમજ કોલ દ્વારા અને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી જ્યારે જન્મ દિવસમાં કેંક કાપી ને ધામધૂમથી ઉત્સાહ પૂર્વ ઉજવણી કરતાં હોય છે આજે રાજન રબારી ના જન્મ દિવસ નિમિત્તે તેઓ ના જીગરજાન મિત્રો દ્વારા જન્મ દિવસ ની ઉજવણી સાથે કેંક ન કાપી પરતું મિત્રો દ્વારા એક અનોખી પહેલ અપનાવી કોરોના જાગૃતિ અભિયાન ના ભાગ રૂપે દિલ ખુશ કરી નાખ્યા તમામ મિત્રો ને રાજન રબારી કલાકાર ના તેઓ ના મિત્રો દ્વારા શ્રી ગંગેશ્વર મહાદેવ ગૌ સેવા સમિતિ માં રોકડા ( ૧૧૧૧ ) આપી ને જન્મ દિવસ ની ઉજવણી ના કરી ને દેશ હિત માટે કોરોના મહામારી સામેં લડવા સૌને ઘરે રહી સુરક્ષિત રહેવા , સૌ ને ફરજિયાત માસ્ક પહેરવા તથા દૈનિક જીવનચર્યા માં વ્યવહાર કરવા સામાજિક અંતર (સોસીયલ ડિસ્ટન્સ ) રાખવા અપીલ કરેલ.
અહેવાલ :- જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા






No comments:
Post a Comment