કોરોના સંદર્ભે પાલનપુર ખાતે પ્રભારી સચિવશ્રી
અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર)
કોરોના સંદર્ભે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તથા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રભારી સચિવશ્રીએ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી. બેઠકમાં લોકડાઉનમાં લોકોને જીવનજરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળે, સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રાશન વિતરણ થાય, ગરીબ લોકોના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવવા, ગ્રામ્ય વિસ્તારમાં ઉધોગ ધંધા શરૂ કરવા, માર્કેટયાર્ડમાં આવતા ખેડુતો સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરે, પાણી પુરવઠો અને વીજ પુરવઠો સતત જાળવવા, લોકોની રોગ પ્રતિકારક શક્તિઓ વધારવા આયુર્વેદિક ઉકાળા પીવડાવવા, જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સુધી સેનીટાઇઝેશન કરાવવા, સફાઇ કામદારોને પ્રોટેક્શન કીટ આપવા, ખાનગી હોસ્પીટલો શરૂ કરવા સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રી સંદીપ સાગલેએ સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો જણાવી હતી. કોરોનાને અનુલક્ષી જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. કલેકટરશ્રીએ કહ્યું કે લોકડાઉનના ચુસ્ત અમલવારી કરવામાં આવે છે. ડીસા ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલ અને પાલનપુર બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલને સુવિધા સજ્જ બનાવાઇ છે. જિલ્લા અને રાજય બહારથી આવેલા લોકોને તપાસ કરી ક્વોરેન્ટાઇન અંગે પણ કામગીરી કરવામાં આવી છે. આ પ્રસંગે જરૂરતમંદ લોકોને રહેવા માટે શેલ્ટર હોમ્સ, જમવાની અને રાશનકીટ વિતરણ વગેરેની દાતાઓના સહયોગથી વિશાળપાયે કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય અને પોલીસ વિભાગ સહિત વહીવટીતંત્ર દ્વારા દિવસ રાત અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારો સુધી દરેક લોકો પર ઝીંણવટભરી વોચ રાખી આ બિમારીના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી જરૂર જણાયે સેમ્પલ લઇ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. વી. વાળા, પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી, પાલનપુર સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરત મિસ્ત્રી, ર્ડા.એન.કે.ગર્ગ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

No comments:
Post a Comment