રાજયસભાના પૂર્વ સાંસદ અને મહંતશ્રી શંભુનાથજી ટુંડીયા તરફથી બનાસકાંઠામાં રાશન કીટોનું વિતરણ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
રાજયસભાના પૂર્વ સાંસદ અને સંતશ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા ધામના પરમ પૂજ્ય મહંતશ્રી શંભુનાથજી ટુંડીયા તરફથી બનાસકાંઠામાં ૧૫૦ જેટલી રાશન કીટ શ્રી સતિશ ટુંડીયા મારફત મોકલવામાં આવી હતી. આ કીટોનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના જરૂરીયાતમંદ લોકોમાં કરવાના આશયથી મોકલેલી કીટોનું જિલ્લામાં વિવિધ જગ્યાએ વિતરણ કરાયું હતુ. પાલનપુર ખાતે કીટ વિતરણ વ્યવસ્થામાં બનાસકાંઠા અનુસૂચિત જાતિના અધ્યક્ષશ્રી ભરતભાઇ પરમાર તેમની સાથે બનાસકાંઠા અનુ.જાતિ મોરચાના મહામંત્રીશ્રી પ્રવીણભાઈ સોલંકી તથા જિલ્લા મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ સોલંકી તથા પાલનપુર શહેરના અનુ. જાતિના પ્રમુખશ્રી હર્ષદભાઈ પરમાર તથા શ્રી કમલેશભાઈ પરમાર, જિલ્લા મંત્રીશ્રી રાજુભાઇ ડાભી, પૂર્વ તાલુકાના પ્રમુખશ્રી મુકેશભાઈ શ્રીમાળી તથા પાલનપુર તાલુકા અનુ. જાતિ મોરચાના પ્રમુખશ્રી અરવિંદભાઈ ખાખરેચા સહિત તાલુકાકક્ષાના પદાધિકારીઓએ જરૂરીયાતમંદ લોકોના ઘેર ઘેર જઇ રાશન કીટનું વિતરણ કર્યુ હતુ.





No comments:
Post a Comment