બનાસકાંઠા એસપી એ આપી ચેતવણી શાકભાજી , દવા ના ખોટા બહાના નહિ ચલાવી લેવાય લોકડાઉન ના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી , વાહન ડિટેન કરવા માં આવશે. કોરોના સંદર્ભે લોક ડાઉન માં બનાસકાંઠા જિલ્લામાં
પોલીસ તંત્રની સંવેદનશીલ કામગીરી,
જિલ્લા પોલીસ તંત્ર ના અથાગ પ્રયાસો. લોક ડાઉન નો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સલામતી માટે નાગરિકો ઘરમાં જ રહે. કામ વગર રખડતા , શાકભાજી , દવા ના ખોટા બહાના નહિ ચલાવી લેવાય.
કોરોના વૈશ્વિક મહામારીનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને આ વાયરસના સક્રમણથી સુરક્ષિત રાખવા સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્યસ્તરે આશા વર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કરો અને તલાટીઓથી માંડીને કલેકટરશ્રી સહિત સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણથી જિલ્લાને સુરક્ષિત રાખવા રાતદિવસ અથાગ કામગીરી કરવામાં આવી રહી છે. દરેક કર્મચારી અને અધિકારીને નિશ્વિત ફરજ સોંપવામાં આવી છે તે પ્રમાણે બનાસકાંઠાના જિલ્લાના છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર પરિણામદાયી કામગીરી માટે છે.
કલેકટરશ્રી સંદીપ સાગલે જિલ્લાની પરિસ્થિતિ પર ઝીંણવટભરી નજર રાખી, પળે પળની માહિતીથી અપડેટ રહીને વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપે છે. આવા સમયે નાગરિકો પણ લોકડાઉનને સારી રીતે સમર્થન આપી રહ્યા છે. વહીવટી તંત્રની આવી સંવેદનશીલ અને સક્રિય કામગીરીથી લોકોની જાગૃતતામાં વધારો થયો છે અને લોકો પણ હવે વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા મક્કમ બન્યા હોવાનું જણાય છે. બનાસકાંઠા જિલ્લામાં સૂમસામ રસ્તાઓ અને શહેરી વિસ્તારોથી માંડી ગ્રામ્ય વિસ્તારો સુધી જણાતો સન્નાટો એ દર્શાવે છે કે બનાસવાસીઓ વહીવટી તંત્રના પ્રયાસોને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. પરંતુ કેટલાક નમૂનાઓ લોક ડાઉન નો ભંગ કરી ને ખોટા ખોટા બહાના જેવા કે શાકભાજી , દવા લેવા ની વાત કરીને શહેરમાં રખડતા જોવા મળી રહ્યા છે આજે 20 તારીખ ના લોક ડાઉન માં સરકારે અમુક ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ ને શરતોને આધીન છૂટ આપેલ છે સરકારી કચેરી ઓ શરૂ કરવા માં આવી છે ત્યારે
પાલનપુરમાં પ્રવેશ થવા નો મુખ્ય માર્ગ ગુરુ નાનક ચોક જ્યાં ટ્રાફિક સર્જાતા જિલ્લા પોલીસ વડા તરુણ દુગગલ ખુદ ટ્રાફિક નિયંત્રણ કરતા મીડિયા ધ્વરા જણાવ્યું હતું કે સરકારી કચેરી ઓ આજ થી શરૂ કરવામાં આવી છે, તો કેટલાક ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ ને લોક ડાઉન માં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પાલનપુરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ યાની કે ગુરુ નાનક ચોક પર ટ્રાફિક જોવા મળેલ આ ટ્રાફિક નિયંત્રણ માં ખુદ જિલ્લા પોલીસ વડા તરુણ દુગગલ ડીવાયએસપી જનકાંત સહિત સમગ્ર પોલીસ ખડેપગે રહી ચેકીંગ સહિત ટ્રાફીક હળવો થાય તે માટે કામગીરી કરેલ જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે આ લોક ડાઉન માં કોઈ બહાના ચલાવી લેવા માં આવશે નહિ જે પણ લોક ડાઉન નો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે.
ખડેપગે રાતદિવસ લોકોની સેવા કરી કોરોના સામે લડાઈ લડતા પોલીસ તંત્ર સામે નાગરિકો જાગૃત બની સહકાર આપે. પોલીસ પ્રજા માટે દિવસ રાત એક કરી પોતાના પરિવાર થી દુર રહી સેવા આપતા હોય ત્યારે ઘરે રહી નાગરિકો એ સહકાર આપવો જોઈએ.
કોરોના સંદર્ભે વાયરસના સંક્રમણથી બનાસવાસીઓને સુરક્ષિત રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે ત્યારે કોઇ માણસને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેની પણ પોલીસ વડા શ્રી તરુણ દુગગલે પુરતી કાળજી લીધી છે.
બનાસકાંઠા ના નાગરિકો એ કોરોના સામે ની લડાઈ માં સરકાર અને પોલીસ તંત્રની સાથે રહી સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે પાલન કરી એક માત્ર ઉપાય તરીકે ઘર માં જ રહી જંગ જીતે એ સિવાય કોઇ વિકલ્પ જ નથી.







No comments:
Post a Comment