થરાદના ૧૫ કોમ્પ્લેક્ષના માલિકોએ એક માસનું દુકાન ભાડું માફ કર્યું
થરાદ શહેરમાં પંદર જેટલા કોમ્પલેક્ષના માલિકોએ મહત્વનો નિર્ણય લઈ દુકાનદારો પાસેથી એક માસનું ભાડું ન લેવાનો નિર્ણય બેઠકમાં કરાતા દુકાનદારોમાં ખુશી વ્યાપી ગઈ હતી. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપુતના અધ્યક્ષ સ્થાને કોમ્પલેક્ષ માલિકોના સાથે યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા દુકાનદારોને એક માસના દુકાનભાડામાં રાહત થઈ હતી, યોજાયેલી બેઠકમાં પૃથ્વી, મિલન, અમર, ચામુંડા, અમન, એકતા, શુકુન, સુપર, શ્રી હિંગળાજ, અનમોલ, વૈભવ, વર્ધમાન, ઓઝા ચેમ્બર્સ, શિવ શક્તિ, આનંદ સહિતના કોમ્પલેક્ષોના માલિકોએ મહત્વનો નિર્ણય લઈ દુકાનદારો પાસેથી એક માસનું ભાડું ન લેવાનો નિર્ણય લેતા દુકાનદારોમાં ખુશી વ્યાપી ગઈ હતી.
રિપોર્ટ બાય :- જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા






No comments:
Post a Comment