મરઘીનું માંસ ભરેલ બોલેરો ગાડી સહિત શખ્સને ઝડપી પાડતી થરાદ પોલીસ
થરાદ પ્રતિનિધિ.,
થરાદના વાલ્મીકી વાસમાંથી મરઘીનું માંસ(ચીકન) ભરેલ ગાડી ઝડપાતા જીલ્લા કલેકટરે જાહેર કરેલ માંસ મટન પરના પ્રતિબંધની ઐસી કી તૈસી કરી ધજાગરા ઉડાડતા શખ્સ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવની વિગત એવી છે કે વર્તમાનમાં લોકડાઉન હોઈ જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશાનુસાર સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ બિન જરૂરી અવર જવર કે બહાર ન નીકળવા પરિપત્ર જાહેર કરાતા થરાદ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાલ્મીકી વાસમાં એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા ઘટના સ્થળે લોકો હોઈ પોલીસ સ્ટાફના માણસો ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા. જોકે ત્યાં ઉભેલ ગાડી નંબર GJ18 AM5934ની બોલેરો ગાડીના પાછળના ભાગે ખોલી ચેક કરતા તેમાં મરઘીનું માંસ ભરેલ જણાતા સદરહુ ગાડી સહિત ચાલકને પોલીસ મથકે લાવી હતી, આ સંદર્ભે પંચો રૂબરૂં ગાડી ચાલકનું નામઠામ પુછતા તેનું નામ યુસુફભાઈ હુસેનભાઈ શેખ રહે થરાદના વાલ્મીકી વાસવાળો હોવાનું જણાવ્યું હતું તેમજ પંચો રૂબરૂ ગાડી લઈને નીકળવા બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરતો હોઈ બોલેરો ગાડીના પાછળના ભાગે મરઘીના માંસનું ચીકન ભરેલ પ્લાસ્ટિકની થેલી નંગ સોળનું વજન આશરે પાંત્રીસ કિલો જણાતા તે માંસનું ચીકન અને બોલેરો ગાડી જપ્ત કરી હતી. વર્તમાનમાં ચાલતા વાયરસમાં ચેપ લાગી શકે અને લોકોની જિંદગી જોખમાય એ રીતે બહાર નિકળી જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્રના નિયમને જાણે કે શખ્સ ઘોળીને પી ગયો હોય તેમ સરેઆમ ભંગ કરતા યુસુફભાઈ હુસેનભાઈ શેખ રહે થરાદના વાલ્મીકીવાસવાળા વિરૂદ્ધ થરાદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટબાય - : જીગ્નેશ ગજ્જર , થરાદ, બનાસકાંઠા
 



 


 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment