કોરના વાયરસને અનુલક્ષી લોકડાઉન સંદર્ભે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામું
(માહિતી બ્યુરો પાલનપુર)
હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-2019 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID - 2019 ના મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ COVID - 2019 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અગાઉ બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામા થી તા.૨૩/૦૩/ ૨૦૨૦ થી તા.૩૧ /૦૩/૨૦૨૦ સુધી નિયંત્રણો મુકવામાં આવેલ હતાં. ભારત સરકારશ્રીના તા . ૨૪/૦૩/૨૦૨૦, તા.૨૫/૦૩/ ૨૦૨૦ તથા તા.૨૯/૦૩/૨૦૨૦ ના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અંતર્ગત ગૃહવિભાગ બાબતોના જાહેરનામાથી તા.૨૫ /૩ /૨૦૨૦ થી તા.૧૪/૪/ ૨૦૨૦ સુધીનું સમગ્ર રાજયમાં લોકડાઉન જાહેર કરી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવેલ છે . વધુમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૪/૪/૨૦૨૦ના જાહેરનામા થી સમગ્ર રાજયમાં વધુ ૧૯ દિવસ માટે એટલે કે તા . ૧૫/૪/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાક થી તા.૩/૫ /૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જે બાદ ભારત સરકારના તા. ૦૧/૦૫ /૨૦૨૦ ના આદેશથી લોકડાઉનનો સમયગાળો તા . ૦૪/૦૫ /૨૦૨૦ થી વધુ બે અઠવાડીયા માટે વધારવામાં આવેલ છે અને નવી માર્ગદર્શિકા મુજબ કોરોના વાયરસ પ્રર્વતમાન જોખમ મુજબ બનાસકાંઠા જિલ્લાને રેડઝોન (હોટસ્પોટ જિલ્લા) તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. વધુમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર મળી આવેલ કોરોના પોઝીટીવ કોરોના આધારે દસ (૧૦) કન્ટેઈનમેન્ટ ઝોન હાલે નકકી કરવામાં આવેલ છે. જેથી સોશ્યલ ડીસ્ટન્સીગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. બનાસકાંઠા જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તે સારૂ નવી માર્ગદર્શિકા મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.
શ્રી સંદીપ સાગલે, (આઈ.એ. એસ.), જિલ્લા મેજીસ્ટ્રેશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ - ૧૯૭૩ ની કલમ - ૧૪૪, ગુજરાત રાજય પોલીસ અધિનિયમની કલમ - ૪૩, તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન - ૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયુ છે.
(૧) સમગ્ર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત / ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
(૨) તા.૦૪/૦૫ /૨૦૨૦ થી તા . ૧૭/૦૫ /૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન અમુલ પાર્લર / દુધ પાર્લર / ડેરી પરથી ફકત સવારના ૫.૦૦ થી ૧૯.૦૦ કલાક સુધી દુધ વિતરણ કરવાનું રહેશે. છુટક દુધનું વેચાણ કરતા વિક્રેતાઓ ફકત સવારે ૫.૦૦ થી ૧૦.૦૦ તથા સાંજના સમયે દુધનું વિતરણ ૧૭ .૦૦ થી ૧૯.૦૦ કલાકના સમયગાળામાં વિતરણ કરવાનું રહેશે.
(૩) બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ નગરપાલિકા વિસ્તારમાં હોલસેલ / છુટક કરીયાણાના વેપારીઓએ તા. ૦૪/૦૫ /૨૦૨૦ થી તા.૧૭/ ૦૫/૨૦૨૦ દરમ્યાન ફકત સવારના ૮.૦૦ થી ૧૯.૦૦ કલાક સુધી વેચાણ / વિતરણ કરવાનું રહેશે. અન્ય સમયગાળા દરમ્યાન દુકાનથી ગ્રાહકોને રૂબરૂ વેચાણ/ વિતરણ સેવા સદંતર બંધ રાખવાની રહેશે.
(૪) બનાસકાંઠા જિલ્લામાં આવેલી તમામ નર્સિંગ હોમ / હોસ્પિટલો/દવાખાનામાં (ઈનહાઉસ) માં આવેલા મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રાખી શકાશે.
(૫) બનાસકાંઠા જિલ્લા શહેરી વિસ્તારમાં આવેલ તમામ દવાના સ્ટોર્સ / મેડીકલ સ્ટોર્સ તા.૦૪/ ૦૫/૨૦૨૦ થી તા.૧૭/૦૫ / ૨૦૨૦ દરમ્યાન ફકત સવારના ૯.૦૦ થી ૧૯.૦૦કલાક સુધી વેચાણ / વિતરણ કરવાનું રહેશે.
(૬) પાલનપુર , ડીસા , ધાનેરા , થરાદ , થરા અને ભાભર શહેર સહિતના તમામ શહેરી વિસ્તારોમાં ટેમ્પો ટેકટર / લારી દ્વારા સવારના ૫.૦૦ થી ૧૯.૦૦ કલાક દરમ્યાન શાકભાજી / ફળફળાદી / વિતરણ વેચાણ કરી શકાશે. તેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના વિસ્તારમાંથી જરૂરી મુજબની શાકભાજી મેળવી લેવાની રહેશે.
( ૭ ) દરેક નાગરિક ઈસમએ લોકડાઉન દરમ્યાન આવશ્યક કામ સિવાય પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે. ઘરની બહારના જાહેર રસ્તા પર મોર્નીગ વોક ઈવનીગ વોક પણ કરી શકશે નહી.
( ૮ ) સરકારી / અર્ધસરકારી કચેરીઓમાં પાણીની સેવાઓ પુરી પાડનાર વિક્રેતાઓ સવારના ૭.૦૦ થી ૧૨.૦૦કલાક દરમ્યાન પાણીની સેવાઓ પૂરી પાડી શકશે અને તેઓને આપવામાં આવેલ પાસ આ સમય દરમ્યાન જ માન્ય ગણાશે.
(૯) પંડીત દિનદયાળ ગ્રાહક ભંડારના વિક્રેતાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વખોતવખતની સુચનાઓ મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે. અને તેને આપવામાં આવેલ પાસ માન્ય ગણાશે.
(૧૦) બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખેતી માટેના ખાતરની છુટક તથા જથ્થાબંધ દુકાનો, બીયારણ, જંતુનાશક દવાના માલસામાનનો વેચાણની દુકાનો, કૃષિ પેકેઝીગ માટેના સામાનની દુકાનો, કૃષિ મશીનરીની દુકાનો, કૃષિ મશીનરી સ્પેરપાર્ટસ સંબંધિતની દુકાનો , મોટર / પમ્પસ રીપેરીંગ તથા તેમના સામાનની દુકાનો તા . ૦૪/૦૫ /૨૦ થી તા.૧૭/૦૫ / ૨૦ દરમ્યાન ફકત સવારના ૮. ૦૦ થી ૧૯.૦૦ કલાક સુધી વેચાણ / વિતરણ / રીપેરીંગ કરવાનું રહેશે.
(૧૧) આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે વ્યકિતઓની આવનજાવન સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી સંપુર્ણ પ્રતિબંધિત રહેશે.
(૧૨) પાતાળકુવા રીપેરીગ માટેના મશીનરીને વહન કરતાં ભારે વાહનો અવર જવર કરી શકશે.
(૧૩) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તે સિવાયની પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની આંતરરાજય / આંતર જિલ્લા બસો બંધ રહેશે.
(૧૪) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પરવાનગી / ઈન્સીડેન્ટ કમાન્ડન્ટ અથવા અત્રેથી અધિકૃત કરેલ ઓનલાઈન કામગીરી માટેના નોડલ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પરવાનગી સિવાયની વ્યકિતઓની આંતર રાજય | આંતર જિલ્લા હિલચાલ ઉપર પ્રતિબંધ રહેશે.
(૧૫) તમામ શાળા કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ છાત્રાલયો / આશ્રમ શાળાઓ વિગેરે સંકુલ આ સમયગાળા દરમિયાન બંધ રાખવાના રહેશે.
(૧૬) મંજુરી આપવામાં આવેલ સિવાય તમામ હોસ્પિટાલીટી (આતિથ્ય) સેવાઓ એટલે કે , હોટેલ, રેસ્ટોરેન્ટ (નિવાસગૃહો તથા ભોજન ગૃહો) વિગેરે બંધ રહેશે.
(૧૭) તમામ સિનેમા હોલ , શોપિંગમોલ , જિગ્નેશિયમ , રમતગમત , કોમ્પલેકસ , સ્વિમિંગ પુલ , બગીચા , થિયેટર , બાર તથા ઓડીટોરીયમ , એસેમ્બલી હોલ તથા અન્ય એવી જગ્યાઓ સંપૂર્ણ પણે બંધ રહેશે.
(૧૮) શહેરી વિસ્તારમાં વીજળીના પંખાની દુકાનો , સ્ટેશનરીની દુકાનો , મોબાઈલ રીચાર્જની દુકાનો , માઈક્રોફાયનાન્સની કચેરીઓ , દાળમીલો, અનાજની ધંટીઓ , ફુડ પ્રોસેસીંગ યુનિટસ ચાલુ રહી શકશે. જેનો સમયગાળો સવારે ૮.૦૦ થી ૧૯.૦૦ કલાક સુધીનો રહેશે.
(૧૯) ઈલેકટ્રીશયન પ્લેબર , કારપેન્ટર, આઈટી રીપેરર , માઈક્રો ફાઈનાન્સની કચેરીઓ જરૂરી પાસ મેળવી ચાલુ રહી શકશે.
(૨૦) તમામ સોશિયલ / રાજકીય / રમતો / મનોરંજન / સાંસ્કૃતિ / ધાર્મિક કાર્યક્રમો અન્ય મેળવાડાઓ સંપુર્ણપણે બંધ રહેશે.
(૨૧) તમામ ધાર્મિક સ્થળો / પ્રાર્થના બંદગીના સ્થળો પ્રજા માટે બંધ રહેશે. ધાર્મિક કારણોસર એકઠા થવા ઉપર સંપુર્ણ પ્રતિબંધ રહેશે.
(૨૨) કન્ટેનમેન્ટ ઝોનમાં આઉટ - પેશન્ટ ડીપાર્ટમેન્ટ ( ઓ.૫ી.ડી) તથા દવાખાના ખોલવાની પરવાનગી નથી. જો કે આ પ્રવૃતિઓ રેડ ઝોનમાં સોશિયલ ડીસ્ટનિંગના ધોરણો અને અન્ય સલામતી પગલાં સાથે શરૂ કરી શકાશે.
(૨૩) સાયકલ રીક્ષા તથા ઓટો રીક્ષા, ટેકસી તથા કેબની અવર - જવર, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને જિલ્લાની અંદર બસોની અવરજવર, વાળ કાપવાની દુકાનો, સ્પા તથા સલુન સંપૂર્ણપણે બંધ રહેશે.
(૨૪) દ્વિ ચક્રિય વાહન પર એક વ્યકિત અને ત્રણ / ચાર ચકિય વાહનમાં બે થી વધુ વ્યકિત પ્રવાસ કરી શકશે નહી. દિવ્યાંગ વ્યકિત માટે દ્વિ ચક્રીય વાહન અને મેડીકલ ઈમરજન્સી માટેના ત્રણ / ચાર ચક્રિય વાહન અપવાદ રહેશે.
(૨૫) શહેરી વિસ્તારોમાં નિકાસલક્ષી એકમો, (ઈ.ઓ.યુ ) આધૌગિક વસાહતો તથા આધૌગિક ટાઉનશીપ -જરૂરી નિયંત્રણો સાથે, દવા , ફાર્માસ્યુટિકલ , તબીબી સાધનો , તેની કાચી સામગ્રી તથા આનુસાંગિક ચીજો સહિત આવશ્યક વસ્તુઓના ઉત્પાદક એકમો જેમાં સતત પ્રકિયા જરૂરી હોય તેવા ઉત્પાદન એકમો તથા તેની સપ્લાય ચેન , આઈટી હાર્ડવેરના ઉત્પાદક એકમો . નિર્ધારિત શિફટ અને સોશિયલ ડીસ્ટનિંગ સાથે જયુટ ઉધોગ , તથા પેકેજિંગ સામગ્રીના ઉત્પાદક એકમોને મંજુરી આપવામાં આવી છે.
(૨૬) કન્ટેનમેન્ટ ઝોન ગામોમાં તથા તેના બફર ઝોનમાં સમાવેશ ગામો સિવાયના તમામ ગ્રામ્ય વિસ્તારમાં તમામ આધૌગિક પ્રવૃતિઓ તથા બાંધકામ પ્રવૃિતિઓ ચાલુ રહી શકશે.
(૨૭) શહેરી વિસ્તારમાં જયાં સાઈટ ઉપર કામદારો ઉપલબ્ધ હોય અને બહારથી કામદારોને લાવવાની જરૂર ન હોય તેવી બાંધકામ પ્રવૃતિ ચાલુ રહી શકશે.
(૨૮) રિન્યુએબલ એનર્જી યોજનાઓના નિર્માણ કામો ચાલુ રહી શકશે.
(૨૯) શહેરી વિસ્તારો અર્થાત મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીની હદના વિસ્તારોમાં તમામ મોલ , માર્કેટ , કોમ્પલેકસ તથા બજારો બંધ રહેશે. જોકે આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો તથા તેના બજારોને પરવાનગી આપવામાં આવી છે.
(૩૦) ગ્રામ્ય વિસ્તારોમાં મોલ સિવાયની તમામ દુકાનો - આવશ્યક વસ્તુઓ અને બિન આવશ્યક વસ્તુઓ વચ્ચેના કોઈ ભેદભાવ વિના સવારના ૮.૦૦ થી ૧૯.૦૦ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.
(૩૧) ખાલી ટ્રકો સહિત માલ - સામાન/કાર્ગોનું આંતર - રાજય પરિવહન તથા આંતર જિલ્લા પરિવહન ચાલુ રહેશે.
(૩૨) સબંધિત ઈન્સીડેન્ટ કમાન્ડન્ટ / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ / જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલ મંજુરી મુજબની સેવાઓ ચાલુ રહેશે.
(૩૩) તા.૦૩/૦૫ /૨૦૨૦ સુધીના લોકડાઉન દરમિયાન જે પ્રવૃતિઓને સક્ષમ સત્તાધિકારીએ મંજુરી આપેલ છે તેના માટે કોઈ નવી અથવા અલગ પરવાનગીની જરૂર નથી.
(૩૪) ૩૩ ટકા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ચાલુ રાખવાની રહેશે. સદરહુ કર્મચારીઓ માટે તેમની કચેરીઓનું ઓળખપત્ર જોઈ અવર -જવર કરી શકશે.
(૩૫) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાન , ગુટખા , તમાકુની તમામ દુકાનો / લારીગલ્લા બંધ રહેશે. કરિયાણાની દુકાનથી પણ ગુટકા તમાકુ વેચી શકાશે નહી.
(૩૬) કોઈપણ વ્યકિત / સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
(૩૭) જિલ્લા વિસ્તારમાં જાહેર તથા ખાનગી સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા , સરધસ, સંમેલન , મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહી કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહિ.
(૩૮) જાહેર રસ્તાઓ ઉપર કોઈ વ્યકિત થુકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમોનુસાર દંડ વસુલ કરવામાં આવશે.
(૩૯) જો કોઈ વ્યકિત વિદેશ દેશ અન્ય રાજયોમાંથી અથવા અન્ય જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં મુસાફરી સ્થળાતર કરીને છેલ્લા ૧૪ દિવસમાં આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે અથવા હેલ્પલાઈન નં.૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.
(૪૦) સ્મશાન યાત્રામાં ૨૦ વ્યકિત થી વધુ ઈસમો જોડાઈ શકશે નહી.
(૪૧) જિલ્લામાં આવેલ તમામ કતલખાના આ સમયગાળા દરમિયાન બંધ રાખવાના રહેશે.
(૪૨) આ સાથેના પરિશિષ્ટ મુજબની કોવિડ–૧૯ મેનેજમેન્ટ માટેની રાષ્ટ્રિય માર્ગદર્શિકા મુજબનું બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામુ સમગ્ર બનાસકાંઠા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે.
અપવાદ
(૧) વીજળી અંગેની સેવાઓ , વીમા કંપની, ઈન્ટરનેટ / ટેલીફોન તથા આઈ.ટી અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.
(૨) પેટ્રોલપંપ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા તંત્ર
(૩) બેંક/એટીએમ બેંકનું ક્લીયરીંગ હાઉસ ,
(૪) તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન, તથા વ્યાજબી ભાવની સરકાર માન્ય સેવાઓ અને આ જાહેરનામાથી નિશ્ચિત કરેલ સમયગાળાની આવશ્યક સેવાઓ
(૫) ખાધ -પદાર્થો તથા ખાધ સામગ્રી, દવાઓ, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતુ ઈ - કોમર્સ, ખેતી કામ તથા ખેત મજુરો , કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસ, ખેતી કામ માટેની તાડપત્રીની દુકાનો
(૬) બનાસકાંઠા જિલ્લાના મીડીયાકર્મી/પત્રકાર, ડોકટર / પેરામેડીકલ સ્ટાફ અને લેબ ટીસ્ટીંગ સાથે સંકળાયેલ સ્ટાફ તથા સરકારી/અર્ધસરકારી કચેરીઓમાં આઉટસોર્સથી સેવા આપનાર એજન્સીઓ/કર્મચારી તમામને અત્રેથી આપવામાં આવેલ મુકિતપાસ માન્ય રહેશે.
(૭) લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવેલ ઔધૌગિક એકમના કર્મચારીઓ જેઓને મુકિત પાસ આપવામાં આવેલ હોય તેઓ ઘરથી વ્યવસાય તથા વ્યવસાયના સ્થળેથી ઘરે જઈ શકશે.
(૮) આ હુકમ સરકારી ફરજ - સરકારી ઉપરના પોલીસ સહિતના કર્મચારી/ અધિકારીઓને તથા તેમના વાહનોને લાગુ પડશે નહી.
આ જાહેરનામું આજ તા.૦૪/ ૦૫/૨૦૨૦ થી તા .૧૭ /૦૫/ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ. પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો. અધિ. ક . ૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.





No comments:
Post a Comment