કોરોનામહામારી ના સમય માં સરકાર લોન નહિ સહાય આપે ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ બનાસ કાંઠા===================================== તા-૨૭-૦૫-૨૦૨૦ ના રોજ બનાસકાંઠા જિલ્લા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતી દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર સાહેબ શ્રી "બકવાસ આત્મનિર્ભર સહાય યોજના" નો વિરોધ કરી,  આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમા પ્રમુખ સાજીદ મકરાણી, ઉપપ્રમુખ અવનીશ યાદવ, મહામંત્રી આફતાબ સિંધી, મંત્રી મહેશ ઠાકોર, સલાહકાર સીદ્દીક ભાઈ પીતીયા સામાજીક કાર્યકર સરફરાજ  સિંધી ઉપસ્થિત રહ્યા અને મુખ્યમંત્રી રાહત ફંડ માથી રીક્ષા ચાલકો ને તાત્કાલીક ધોરણે મહીને ૫,૦૦૦ રૂપિયા લેખે બે મહીના ની સહાય આપવામાં આવે જેથી રીક્ષા ચાલકો આત્મનિર્ભર થઈ શકે, નહી કે લોન લઈ ત્રણ વર્ષ ના દેવામાં ડુબી જાય.. વધુમાં ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિ બનાસકાંઠા પ્રમુખ સાજીદ મકરાણી એ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી કોરોના મહામારી ના સમયમાં જે લોક ડાઉન કરવા માં આવ્યું છે ત્યારથી રીક્ષા ચાલકો ની કફોડી પરિસ્થિતિ થઈ ગઈ છે પરિવારના સભ્યો નું જીવન પણ બદતર થઈ ગયું છે આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે સરકારે આત્મ નિર્ભર યોજના ની જાહેરાત કરેલ છે ત્યારે બેંકો સોસાયટી ની મુલાકાતે જતા ગેર
 જામીન વગર લોન મળશે નહીં અને જણાવેલ કે ફેડરેશન ધ્વરા નક્કી કરવામાં આવશે તે મુજબ બેન્ક ના નિયમ મુજબ અમને યોગ્ય લાગશે તેવા જામીન પર અને જામીન વગર ફોર્મ લેવામાં આવશે પણ લૉન આપવામાં આવશે નહીં , આમ સરકાર ની યોજના નો ફક્ત જાહેરાત જ હોય માટે રીક્ષા  ચાલકો ને સરકાર તરફથી સહાય આપવામાં આવે , લોક ડાઉન માં સરકાર લૉન મેલા નહીં સહાય આપે
અહેવાલ ફરીદ ખાન ચૌહાણ
 




 


 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment