*મુંબઈથી પશુઓની ટ્રકમાં છુપાઇને આવેલા વડગામ તાલુકા ના મજાદર ના ૨૬ વર્ષીય યુવક ને કોરોના પોઝીટીવ રીપોર્ટ*
વડગામ તાલુકાના ગામ મજાદર માં કોરોના નો પોઝીટીવ કેસ સામે આવ્યો. ફૈયાઝ લુમ્માન બગા નો કેસ સામે આવ્યો. જેઓના વડગામ આરોગ્ય વિભાગ દ્વારા પિતા પુત્ર સહિત સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી પુત્ર નો પોઝીટીવ રીપોર્ટ નોધાયો છે. અને પિતા નો નેગેટીવ રીપોર્ટ સામે આવતા સમગ્ર વડગામ માં પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પોઝીટીવ ના પગલે આરોગ્યની 42 ટીમો એ સર્વે કરી કામગીરી પણ હાથધરી હતી. જયારે કોરોના પોઝીટીવ 26 વર્ષે યુવાન ને પાલનપુર આયસોલેસન વોર્ડ માં એમબયુલસ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. વડગામ ના મજાદર માં કોરોના પોઝીટીવ આવતા મજાદર ગામના 3 કીલોમીટર વિસ્તારને કનટેનમેટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ભેંસોની ટ્રક માં છુપાઇને આવેલા મજાદર ના યુવક ને કોરોના પોઝીટીવ કેસ આવતા મજાદરની આસપાસ આવતા 5 કીલોમીટર ના વિસ્તાર માં આવેલા છાપી,નળાસર,ભરકાવાડા,શેરપુરા સહિત માલોસણા ગામને બફરઝોન જાહેર કરવામાં આવ્યા છે. મજાદર ના યુવક નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના પરીવાર ના 7 સભ્યો ને છાપી પીએસસી ખાતે કલોરોન ટાઈન કરવામાં આવ્યા છે. તે દરમિયાન ટ્રક માં આવેલા તમામની ઓળખ કરી કલોરોન ટાઈન કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી હોવાનુ જીલ્લા રોગચાળા અધિકારી એન.કે.ગંગે જણાવ્યું હતું. *આજે મજાદર ગામમાં જે પોઝીટીવ વ્યક્તિ આવ્યો છે. તે વ્યકિત ની હીસ્ટ્રી જોતાં એ લોકો બોમ્બેથી આવેલા હતા અને બોમ્બેથી આવ્યા એટલે અમારી ટીમે એમનું સેમ્પલ લીધું અને સેમ્પલ માં એ પોઝીટીવ આવ્યા છે. અને પોઝીટીવ આવ્યા પછી આ ગામની મુલાકાત લીધી અને એમના જે કુટુંબ ના 6થી7 જણા છે. એ 6થી7 જણા ને કલોરોન ટાઈન મા રાખ્યા છે.એ લોકોનુ પણ અમે સેમ્પલ લેવાનુ પણ પ્લાનિંગ કરેલુ છે.અત્યારે આખા ગામને અમે કનટેનમેટ ઝોન તરીકે જાણ કરેલુ છે.અને સાથે સાથે આ આખા ગામને સર્વેલસ માટે 42 ટીમો રાખવામાં આવી છે. એ તમામે તમામે ટીમો દ્વારા આ ગામને સર્વેલસ કરવામાં આવશે અને આ ગામનો કોઇ પણ સરદી,ખાસ્સી કે કોઈ પેશન્ટ હશે.તો એ લોકો ને જે જરૂરી હશે તે સારવાર આપવામાં આવશે અથવા એનુ સેમ્પલ લેવામાં આવશે.*
*અરૂણોદય ન્યૂઝ*
*સંજય પુરબિયા છાપી*








No comments:
Post a Comment