ભારત માં લોક ડાઉન ના કારણે ૧.૨ કરોડ લોકો ભીષણ ગરીબી માં ધકેલાઈ જશે. ----------------------------------------વર્લ્ડ બેંકે તેના એક રીપોર્ટ માં કહ્યું છે કે ભારત દેશના ૧.૨ કરોડ લોકો કોરોના મહામારી માં લોક ડાઉન થવાથી ભીષણ ગરીબી માં ધકેલાશે , સમગ્ર વિશ્વ માં ૫ કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જશે જેમાં સૌથી વધુ પ્રભાવિત ભારતીય લોકો હશે.દેશમાં ગરીબી નાબુદી માટે ગત એક દાયકામાં જે કામ થયું છે તે માત્ર અમુક મહિનામાં ધોવાઇ જશે , યુનાઇટેડ નેશન્સ ના અભ્યાસ મુજબ ૧૦.૪ કરોડ ભારતીય, વર્લ્ડ બેન્ક ધવરા લોઅર મિડલ ઈન્કમ કન્ટ્રી માટે નિર્ધારિત૩.૨ડૉલર અર્થાત ૨૪૦ રૂપિયા પ્રતિ દિવસ ની લાઈન થી નીચે જતા રહેશે તેનાથી ગરીબી માં રહેતા લોકો નું પ્રમાણ ૬૦ટકા (92 કરોડ) પર પહોચી જશે, --- --- ------ - એપ્રિલમાં લગભગ 12 કરોડ ભારતીયો બેકાર થઈ ગયા છે, ફક્ત એપ્રિલમાં 12.2 કરોડ ભારતીયો બેરોજગાર થઇ ગયા જેમાં પ્રાઇવેટ સેકટર થીંક ટેન્ક સેકટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઈ આઈ)એ તેના નવા રીપોર્ટ માં આ માહીતી આપી હતી કોરોના વાઇરસ જેટલું પ્રત્યક્ષ નુકસાન પહોંચાડી રહ્યો છે તેનાથી વધુ ભયાવહ તેના દુષ્ટપ્રભાવ છે જે વર્લ્ડ બેન્ક ના રિપોર્ટ ધ્વરા જણાઇ રહ્યા છે.
અહેવાલ ફરીદખાન ચૌહાણ





No comments:
Post a Comment