થરાદ માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો માલ વેચવા આવતા સર્જાયો ટ્રાફિક જામ..
હાલમાં વિશ્વમાં ચાલી રહેલ કોરોનાની મહામારીના લીધે આપણા ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે જેમાં આ ત્રીજા તબક્કા ના લોકડાઉનમાં ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે કારણ કે દર વર્ષની જેમ ખેડૂતોને આ ચોથો અને પાંચમો મહિનો આ બે મહિના વર્ષના હિસાબી મહિના ગણાય છે ત્યારે ખેડુતો પોતાના ખેતરમાં પકવેલ અનાજ માર્કેટમાં વેચાણ કરી લેવડ દેવડ કરતા હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં થરાદ માર્કેટમાં મોટી સંખ્યામાં અનાજ વેચવા આવતા ખેડૂતો ના વાહનોની બે કિલોમીટર ની લાઇન લાગતા ટ્રાફિક ચક્કા જામ થયું છે અને એ ટ્રાફિકના કારણે અન્ય લોકોને પણ તકલીફ પડી રહી હતી ત્યારે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બીજા લોકોને અવર જવરમા પડતી તકલીફ માં રાહત કરાઈ હતી
અહેવાલ :-જીગ્નેશ ગજ્જર થરાદ





No comments:
Post a Comment