આજ રોજ બરવાળા શહેર મા નમો એપ્લિકેન અંતર્ગત બેઠક યોજાઈ
અરૂણોદય ન્યૂઝ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
આજ રોજ બરવાળા શહેર પ્રમુખ ભાવસંગભાઈ ના નિવાસસ્થાને નમો એપ કાર્યશાળા અંતર્ગત બેઠક યોજાઇ જેમાં જિલ્લા ના યુવા મોરચા ના મંત્રી જીગરભાઇ મુંધવા અને જિલ્લા ના આઇ.ટી.વિભાગ ના કારોબારી સભ્ય નિકુંજ ગોંડલીયા દ્વારા નમો એપ્લિકશન્સ વિશે વિગત મા જાણકારી આપી હતી અને કઈ રીતે ડાઉનલોડ કરવી તેમજ તનો વપરાશ કઈ રીતે કરવો નવા સભ્યો ને કઈ રીતે જોડાવા, અને સાથે ટ્વીટર ડાઉનલોડ કરાવી તેના વિશે પણ જાણકારી આપી હતી અને બરવાળા શહેર મા ડોર ટુ ડોર વોર્ડ મુજબ કામગીરી કરવાનું સૂચન કર્યું હતું
આજ ની કાર્યશાળા બેઠક મા ભાજપ સંગઠન બરવાળા ના અગ્રણી એવા દિલુભા ઝાલા, બરવાળા શહેર ભાજપ પ્રમુખ ભાવસંગભાઈ તલસાણીયા,બરવાળા શહેર ના મહામંત્રી બળવંતસિંહ ગોહિલ(મામા), નટુભાઇ વાઘેલા,નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ભોલાભાઈ મોરી,કારોબારી ચેરમેન પરેશભાઇ પરમાર,જિલ્લા કિશાન મોરચા ના મંત્રીશ્રી પ્રદીપભાઈ ખાચર,જિલ્લા યુવા બોર્ડ ના સંયોજક અલ્પેશભાઈ પનારા તેમજ ચૂંટાયેલા સભ્યો અને બરવાળા શહેર ભાજપ સંગઠન ના હોદેદારો વગેરે હાજર રહ્યા હતા.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*







No comments:
Post a Comment