*માલણ પગાર કેન્દ્ર શાળા માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી*
અરૂણોદય ન્યૂઝ.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામમાં પગાર કેન્દ્ર શાળા ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બધા જ વિદ્યાર્થીઓ એ હોંશભેર ભાગ લીધો હતો સાથે જ શિસ્ત સંચાલન અને સુવ્યવસ્થાનૂ ઉતમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું સાથે જ શાળાના આચાર્ય શ્રીમતી રમીલા બેન પટેલ ના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ,
ધોરણ 5 ના શિક્ષક શ્રી નટવર ભાઈ , રવિભાઇ , તેમજ ડી.કે પ્રજાપતિ સાહેબ સહિત તમામ સ્ટાફે બાળકોને સાથ સહકાર આપીને શિક્ષક દિન ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી ,
તેમજ ડો.રાધાકૃષણ સવૅપલલીના જન્મ દિવસની વિધાથીઓના વક્તવ્ય અને શિક્ષણ બની ઉજવણી કરવામાં આવી હતી સાથે પગાર કેન્દ્ર ના વિધાર્થીઓ teacher's day માં શિક્ષક બની ભાગ લઈ આ દિવસને યાદગાર બનાવ્યો હતો. જેમાં પ્રજાપતિ સાનવી વિનોદભાઈ , મકવાણા હિના અમૃત ભાઈ , પાયલ દેવા ભાઈ જોનાતર , સુજાન સલીમ ભાઈ પરમાર, મીર અફસાના બેન , કોમલ બેન પ્રજાપતિ, ઉન્નતિ બેન , ધારા બેન , આલવી બેન ઘાસુરા , પુંજા ભાઈ ધ્રાંગી , ઋત્વિ બેન મકવાણા સહીત ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ અને શિક્ષક દિન ના કાર્યક્રમ ને સફળ બનાવેલ.
*પાલનપુર પ્રતિનિધિ અમૃત મકવાણા દ્વારા*















No comments:
Post a Comment