WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, September 4, 2021

પર્યાવરણ અને હસ્તકલા ના જતન માટે અમદાવાદ ની ગ્રામ હાટ માં ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ નું વેચાણ , ગ્રાહકોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ઉપરાંત પૂજા માટે આવશ્યક સામગ્રી પણ મળશે .

 


પર્યાવરણ અને હસ્તકલાના જતન માટે અમદાવાદની ગ્રામહાટમાં ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ 





અરૂણોદય ન્યૂઝ

*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*


ગ્રાહકોને ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ ઉપરાંત પૂજા માટે આવશ્યક સામગ્રી પણ મળશે. 


  હસ્તકલાના કારીગરો દ્વારા નિર્મિત ગણેશની ઈકો-ફ્રેન્ડલી(પર્યાવરણને અનુકુળ) મૂર્તિનું વેચાણ અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસેની ગ્રામહાટમાં થઈ રહ્યું છે.

અહીંથી ગ્રાહકો ગણેશની મૂર્તિ ઉપરાંત પૂજા માટે આવશ્યક સામગ્રી જેવી કે ભગવાનના પરિધાન, ધૂપસળી, હવનકુંડ, કુંડા, દિવડા વગેરે પણ ખરીદી શકશે. 

આ એક્ઝિબિશનનો આરંભ 3 સપ્ટેમ્બરથી થયો છે, જે 10 સપ્ટેમ્બર,2021 સુધી ચાલશે. આ વેચાણ કમ પ્રદર્શનમાં માટીકામ અને હસ્તકલાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ ઉપ્લબ્ધછે. પ્રદર્શનનો મુખ્ય હેતુ ગ્રાહકો સીધી કારીગરો પાસેથી ખરીદી કરે તે છે. આ સીધી ખરીદીના કારણે કારીગરોની આવકમાં વૃદ્ધિ થશે અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર થવામાં સહાયરૂપ થશે.  

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા, ડીઆરડીએના શ્રી આઈ.એસ.આહિર અને ફિક્કીના શ્રી નંદિતા મુન્શા વગેરેની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો.  

ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશન માટે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા(EDII) અને કુટિર –ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે.  

આ પ્રદર્શનની વધુ વિગતો માટે હસ્તકલા સેતુ યોજનાના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ શ્રી પ્રીતિ ભટ્ટ(મો- 98985-11277)નો સંપર્ક કરી શકો છો.

*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews