બનાસકાંઠા જિલ્લાના ૨૪ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરાયા
ભાભરની લાડુલા પ્રા. શાળાના શિક્ષકાશ્રી રમીલાબેન મકવાણા અને લાખણીની મોરાલ પ્રા. શાળાના શ્રી સુખદેવરામ જોષીને જિલ્લા કક્ષાના પારિતોષિક એનાયત કરાયા
અરૂણોદય ન્યૂઝ.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૧ માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા અને તાલુકા કક્ષાના ર૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૧માં પ્રાથમિક વિભાગમાંથી ૨ શિક્ષકો પસંદગી કરવામાં આવી છે. જેમાં લાખણી તાલુકાની મોરાલ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સુખદેવરામ ઇશ્વરલાલ જોષી અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળા શિક્ષિકાશ્રી રમીલાબેન દાનાભાઇ મકવાણાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. સી.આર.સી./બી.આર.સી./કે.નિ./HTAT આચાર્ય વિભાગમાંથી દાંતીવાડા બી.આર.સી. કો.ઓર્ડિનેટરશ્રી જીગર જયંતીલાલ જોશીને પારિતોષિક અપાયો છે.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠો પારિતોષિક ૨૧ શિક્ષકોને એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં પાલનપુર તાલુકાની સરીપડા પ્રા. શાળાના શ્રી દલજીભાઇ વિરસંગભાઇ રાતડા અને ભૂતેડી પ્રા.શાળાના શ્રી પરેશકુમાર બાબુભાઇ પુરોહિત, વડગામ તાલુકાની નાવીસણા પ્રા.શાળાના શ્રી ભરતજી પરબતજી રાઠોડ અને સીસરાણા પે. કેન્દ્ર શાળાના શ્રી દિલીપકુમાર હરગોવનભાઇ પ્રજાપતિ, દાંતા તાલુકાની બારવાસ પ્રા. શાળાના શ્રી હેતલબેન દશરથભાઇ પટેલ, ભાભર તાલુકાની રણછોડપુર પ્રા. શાળાના શ્રી મહેન્દ્રકુમાર છનાભાઇ રાવળ, લાખણી તાલુકાની માણકી પ્રા. શાળાના શ્રી ભાવિકકુમાર સોમાભાઇ પટેલ અને મડાલ પ્રા. શાળાના શ્રી રોશનીબેન સુરેશકુમાર જોશી, થરાદ તાલુકાની વડગામડા પ્રા. શાળાના શ્રી રાયમલભાઇ ઉમાભાઇ પરમાર અને ઉંટવેલીયા પ્રા. શાળાના શ્રી દિનેશભાઇ ધનાભાઇ ચૌહાણ, વાવ તાલુકાની ટડાવ પ્રા.શાળાના શ્રી મયુરીબેન અક્ષયકુમાર પાધ્યા અને ઢેરીયાણી પ્રા. શાળાના શ્રી રવજીભાઇ રૂપસીભાઇ કાંદળી, કાંકરેજ તાલુકાની રણવાડા પ્રા. શાળાના શ્રી નિકુલકુમાર પ્રવિણચંદ્ર સથવારા અને ઉણ પે. કેન્દ્ર શાળાના શ્રી સિધ્ધરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, દિયોદર તાલુકાની જાલોઢા પરા પ્રા. શાળાના શ્રી લાલજીભાઇ બહેચરભાઇ સોલંકી અને જાડા પ્રા. શાળાના શ્રી અલ્પેશકુમાર સોમાભાઇ પ્રજાપતિ, દાંતીવાડા તાલુકાની ભાખર મોટી પ્રા. શાળાના શ્રી દિપીકાબેન નટવરલાલ પટેલ અને માળીવાસ પ્રા. શાળાના શ્રી નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ, ડીસા તાલુકાની રસાણા પ્રા. શાળાના શ્રી પ્રકાશકુમાર પાનાચંદ સોલંકી અને ડાવસ ૧ પ્રા. શાળાના શ્રી નરસિંહભાઈ બાબુભાઇ સુથાર તથા અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પે. કેન્દ્ર શાળાના શ્રી કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતરને તાલુકા કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.








No comments:
Post a Comment