પોષણ માહે-૨૦૨૧ ની ઉજવણી નિમિતે આજ રોજ તમામ વિભાગ સાથે
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી
અરૂણોદય ન્યૂઝ.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
બોટાદ આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પોષણ માહે-૨૦૨૧ ની ઉજવણી નિમિતે આજ રોજ તમામ વિભાગ સાથે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી
આ બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સગર્ભા, ધાત્રી અને બાળકોને આપવામાં આવતું ટી.એચ.આર દરેક લોકો તેનો ઉપયોગ કરેતે માટે તમામ વિભાગના અધિકારીશ્રીઓ લાભાર્થીઓની હોમ વિઝીટ કરે અને વધુમાં વધુ લોકો સુધી આંગણવાડી કેન્દ્ર પરથી લાભાર્થીઓને વિના મુલ્યે આપવામાં આવતુ THR નો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે જેથી સરકારશ્રીના “સહી પોષણ દેશ રોશન” ના હાર્દને પૂર્ણ કરી શકાય, આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા તમામ શાખા અધિકારીશ્રીઓએ પોષણ શપથ લીધા હતા.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા







No comments:
Post a Comment