જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ પાલનપુર તાલુકાના રતનપુ અને કે.મા.ચોક્સી રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી
અરૂણોદય ન્યૂઝ.
રાજ્ય સરકારની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના સીધા નેતૃત્વમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોરોના નિયંત્રણ માટે સઘન રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે કોરોના પ્રતિરોધક રસીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે. રસીકરણ અભિયાનને વેગ આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે કોરોના રસીકરણના જુદા જુદા કેન્દ્રોની જાત મુલાકાત લઇ અધિકારીઓ અને કર્મચારીઓને હૂંફ પુરી પાડી રહ્યાં છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ આજે પાલનપુર તાલુકાના રતનપુર ગામ અને કે. મા. ચોક્સી શાળામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. રતનપુર ગામમાં વિવિધ મહોલ્લાઓમાં જઇ લોકોને સમજાવી રસી મુકાવવા તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી. તેમની અપીલના પગલે રતનપુર ગામમાં ઘણા યુવાનો અને મહિલાઓએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી હતી. તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન.કે.ગર્ગે જણાવ્યું છે.





No comments:
Post a Comment