*સૌમવતી અમાસ નિમિત્તે સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ને ભવ્ય અથાણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને નિલંકઠ મહાદેવ નું પૂજન કરવામાં આવ્યું*
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
પવિત્ર સોમવતી અમાસ નિમિત્તે ૬ સપ્ટેમ્બર 2021 ના રોજ સાળંગપુર ધામ ખાતે અથાણાનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ શ્રીનિલંકઠ મહાદેવ નું પૂજન કરવામાં આવેલ પરમ પૂજ્ય શાસ્ત્રીસ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પેરણાથી પૂજારી સ્વામી ધમૅકિશોરદાસજીની અથાગ મહેનતથી યાત્રાધામ સારંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૬.સપ્ટેમ્બર૨૦૨૧ ને સોમવારે મારા દાદાને અથાણાનો અન્નકૂટ નું આયોજન કરવામાં આવેલ જેમાં દાદાને ભક્તો દ્વારા પોતાના ધરે થી અથાણું જેમાં કેરી,ગાજર, લીંબુ, ગુંદા વિવિધ ૧૨૫ પ્રકારના અથાણાનો દિવ્ય અન્નકૂટ સ્વરુપે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ને ધરાવવામાં આવેલ તથા સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી સ્વામી શ્રીવિવેક સાગરદાસજી તેમજ બપોરે ૧૧:૩૦ કલાકે તથા અન્નકુટ આરતી પ.પૂશાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ આ અથાણાના અન્નકૂટ ના દિવ્ય દર્શનનો લાભ હરીભક્તો એ ઓનલાઇન તથા રુબરુ લીધેલ તેમજ પવિત્ર સોમવતી અમાસ નિમિત્તે શ્રી નિલકંઠ મહાદેવ નું સંતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવેલ હતું
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*





No comments:
Post a Comment