મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અનુસંધાને બોટાદ જિલ્લા કક્ષાએ
“નવરાત્રી (દશેરા)” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે
અરૂણોદય ન્યૂઝ.
આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે
***************
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી બોટાદ સંચાલિત મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અંતર્ગત “નવરાત્રી (દશેરા)” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે.
હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર પોતાની “નવરાત્રી (દશેરા)” વિષય પરની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી બોટાદ ખાતે તારીખ ૩૦/૦૯/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ) ની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે અને બાહેંધરી પત્ર આપવાનું રહેશે. આ સ્પર્ધા માં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાથી બોટાદ શહેરમાંથી ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/- (પ્રત્યેકને) આશ્વાસન ઇનામો આપવામાં આવશે.
જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તારીખ ૩૦/૦૯/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, A/S-૧૩ જિલ્લા સેવા સદન,ખસ રોડ, બોટાદ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો અને બાહેંધરી પત્ર કચેરીના બ્લોગ એડ્રેસ - dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા





No comments:
Post a Comment