પાણીના એક એક બુંદનો બચાવ કરી કરકસરપૂર્વક ઉપયોગ કરીએ
--જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે
વડગામ તાલુકાના ઘોડીયાલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના હસ્તે રૂ.૨૯.૬૦ લાખના પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ થયું.
અરૂણોદય ન્યૂઝ.
નલ સે યોજના અંતર્ગત વડગામ તાલુકાના ઘોડીયાલ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના હસ્તે રૂ. ૨૯.૬૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારશ્રીએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું કે, લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સરકારશ્રીની નલ સે જલ યોજનામાં ઘર ઘર સુધી નળ મારફત પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાણીના એક એક બુંદનો બચાવ કરી કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા મનરેગા જેવી વિવિધ યોજનાનો લાભ લઈ ભૂગર્ભમાં જલ ભંડારો ભરીને સમૃધ્ધ બનાવીએ. તેમણે કહ્યું કે, નલ સે જલ યોજનમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના અનેક પ્રયાસોથી લોકોના ઘર આંગણે પીવાનું પાણી પોહોચ્યું છે, ઘોડીયાલ ગ્રામજનોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઉંચાણ અને નીચાણ વાળા વિસ્તારોને ધ્યાને લઇ સમાન અને પ્રેસરથી પાણી પહોંચે તે માટે જુદા જુદા આઠ ઝોન વાઈઝ પાણી નિયત સમય પ્રમાણે પાણી આપવામાં આવશે જેનાથી ગ્રામજનોના ઘર આંગણે પીવાનું પાણી મળી રહેશે. તેમણે કહ્યું કે, કોઈ પણ યોજના ત્યારે જ સફળ થાય છે જ્યારે ગામ લોકોનો સહકાર હોય છે, આમ ઘોડીયાલ ગ્રામ પંચાયતની પાણી સમિતિ અને વાસ્મોની કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઘોડીયાલ ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ નલ સે જલ અંતર્ગતની કામગીરીનું જાત નિરક્ષણ કર્યું હતું
પ્રારંભ સ્વાગત પ્રવચન કરતાં વાસ્મોના યુનિટ મેનેજર શ્રીમતી કૈલાશબેન એન. મેવાડાએ જણાવ્યું કે, તમામ ઘરોને નળ કનેક્શનથી પીવાનું પાણી આપવા માટે વર્ષ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે ત્યારે આપણાં જિલ્લામાં કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. વાસ્મો કચેરી દ્વારા વડગામ તાલુકામાં એક થી દોઢ માસમાં ૧૦૦ ટકા નલ સે જલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
આ પ્રસંગે વડગામ ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી, વડગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભૌમિકભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી લક્ષ્મીબેન કરેણ, તાલુકા પંચાયત સદસ્યશ્રી રમીલાબેન, સરપંચશ્રી મંજુલાબેન પંચાલ, ઘોડીયાલ ગ્રામ પંચાયતનાં પાણી સમિતિના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.









No comments:
Post a Comment