દાંતીવાડા ખાતે પોષણ માસની ઉજવણી અને
કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો.
કુપોષણ મુક્ત રાષ્ટ્રના નિર્માણ માટેની શપથ લેવામાં આવી.
અરૂણોદય ન્યૂઝ.
સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અભિયાનની ઉજવણી થઈ રહી છે. આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે જન-જાગૃતિ કાર્યક્રમ તેમજ કોરોના વોરિર્યસનો સન્માન સમારોહ યોજાયો હતો. પોષણ માસના રાષ્ટ્રવ્યાપી આ જન-જાગૃતિ અભિયાન અંતર્ગત માતાઓ, બહેનો દ્વારા પોષણ જાગૃતિની થીમ ઉપર વિવિધ પોસ્ટરો અને ચિત્રો અને રંગોળી બનાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને માતાઓ, બહેનો દ્વારા દરેક ઘર સુધી પોષણ સંદેશ પહોંચે અને કુપોષણ મુક્ત રાષ્ટ્રના નિર્માણ માટેની શપથ લેવામાં આવી હતી. કોરોના કાળમાં ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા કર્મચારીઓને કોરોના વારિયર્સનું સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ ગ્રામ્ય કક્ષાએ કોવિડ રસીકરણ અંગે જન જાગૃતિ ફેલાવવા, કોવિડ રસીકરણના ફાયદાઓ અંગે વિસ્તૃત સમજૂતી આપી કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સી.ડી.પી.ઓ.શ્રી, સેવિકા બહેનો, એન.એન.એમ. સ્ટાફ, હોમગાર્ડના ભાઈઓ, આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.








No comments:
Post a Comment